Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

'જન આશીર્વાદ યાત્રા'ને સત્કારવા જિલ્લા ભાજપ સજ્જ

ગોંડલ ચોકડીએ કેશરીયો માહોલ સર્જાશેઃ બાઈક રેલી-આતશબાજી સહિતના કાર્યક્રમોઃ ખોડલધામ ખાતે પાટીદાર સમાજ દ્વારા ચાંદી તુલા

રાજકોટ, તા. ૧૭ :. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની સરકારમાં નવનિયુકત મંત્રીશ્રીઓ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં 'જન આશીર્વાદ યાત્રા' થકી ભારતના ભવ્ય વિકાસની આછેરી ઝલક જન-જન સુધી પહોંચાડવા પ્રવાસ કરી રહ્યા છે, ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા રાજકોટ જીલ્લામાં 'જન આશીર્વાદ યાત્રા' તા. ૧૯મીએ બપોરે ૧૨ કલાકે ગોંડલ ચોકડીએ પહોંચશે.

આ સમયે રાજકોટ જીલ્લાના અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા તેમજ રાજકોટ જીલ્લાના મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાના માર્ગદર્શન હેઠળ જન આશીર્વાદ યાત્રાનું ઐતિહાસિક દબદબાભેર સ્વાગત કરવામાં આવશે. ગોંડલ ચોકડીએ ઐતિહાસિક કેશરિયો માહોલ સર્જાશે. જન આશીર્વાદ યાત્રાને સત્કારવા જન સમુદાય સ્વયંભુ ઉમટશે.

આ જન આશીર્વાદ યાત્રામાં રાજકોટ જીલ્લા ઉપરાંત શાપર-વેરાવળના ઉદ્યોગપતિઓ, પાટીદાર સમાજ, કોળી સમાજ, માલધારી સમાજ, લઘુમતી સમાજ ઉપરાંત તમામ સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં આવીને સ્વાગત કરશે.

આ સમયે યુવા મોરચાના ૧૫૧ કાર્યકર્તાઓ બાઈક રેલી કરશે તેમજ ડીજે, ઢોલ, આતશબાજી, પુષ્પની પાંખડીઓ દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાનું સૌરાષ્ટ્રની મહેમાનગતીને છાજે તેવું અદકેરૂ સન્માન કરવામાં આવશે ત્યાર બાદ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ભવ્ય સભા રાખવામાં આવેલ છે. જેમાં તમામ સમાજના લોકો 'જન આશીર્વાદ યાત્રા'નું સન્માન કરવામાં આવશે.

ખોડલધામ ખાતે પાટીદાર સમાજ દ્વારા ચાંદી તુલા રાખવામાં આવેલ છે. તેમજ તા. ૧૯ને બપોરે ૧ વાગ્યે ખોડલધામ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મનસુખભાઈ માંડવીયાજી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં થયેલા વિકાસ કાર્યોની તેમજ આગામી કાર્યક્રમોની માહિતી આપશે.

તા. ૧૯ના ગુરૂવારે બપોરે ૧૨ કલાકે ગોંડલ ચોકડીએ જીલ્લા ભાજપના આગેવાનો તથા સ્થાનિક નગરજનો દ્વારા સ્વાગત બાદ યાત્રા પ્રસ્થાન કરશે ત્યાર બાદ બપોરે ૧૨.૧૫ કલાકે ગોંડલ માર્કેટિંગ યાર્ડ પાસે સ્વાગત તથા સભા, બપોરે ૧ કલાકે વીરપુર દર્શન, બપોરે ૧.૩૦ કલાકે ખોડલધામ ખાતે ચાંદીતુલા, પ્રેસ કોન્ફરન્સ, ધજા ચડાવવી તેમજ ભોજન, બપોરે ૩.૪૫ કલાકે જેતપુર ખાતે સભા, લેઉવા પટેલ સમાજ, ધોરાજી રોડ, સ્વાગત તેમજ સભા, સાંજે ૫ કલાકે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, બસ સ્ટેન્ડ પાછળ, મુ. ઉપલેટા ખાતે સ્વાગત તેમજ સભા, સાંજે ૬.૩૦ કલાકે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, બસ સ્ટેન્ડ પાછળ, મુ. ધોરાજી ખાતે સ્વાગત તેમજ સભા કરવામાં આવશે.

કાર્યક્રમના ઇન્ચાર્જની યાદી જાહેર કરવામાં આવી છે જે મુજબ કાર્યક્રમના મુખ્ય ઇન્ચાર્જ   મનસુખભાઈ ખાચરીયા  ૯૯૦૯૯ ૬૨૭૧૧, પ્રવીણભાઇ માંકડિયા ૯૮રપર ૧ર૧૯૮, મનીષભાઇ ચાંગેલા -૯૮રપર ૯પ૧૩૩, દિનેશભાઇ અમૃતિયા-૯૮રપર ર૮પ૪૮.

રૂટ ઇન્ચાર્જ તરીકે  નાગદાનભાઈ ચાવડા, ૯૮૨૫૨૯૩૨૫૮,   મનીષભાઈ ચાંગેલા ૯૮૨૫૨૯૫૧૩૩ 

વાહન વ્યવસ્થા  ઇન્ચાર્જ તરીકે મનસુખભાઈ રામાણી, ૯૯૭૯૧ ૪૪૧૪૪, કનકસિંહ જાડેજા   ૯૮૨૪ ૫૬૬૩૬૦. 

મીડિયા ઇન્ચાર્જ   તરીકે  અરુણભાઈ નિર્મળ  ૯૮૨૪૪૧૬૬૩૯.

પ્રેસ ઇન્ચાર્જ  તરીકે કિશોરભાઈ ડોડીયા  ૯૪૦૯૩૬૭૩૩૪.

ભોજન વ્યવસ્થા ઇન્ચાર્જ તરીકે કિશોરભાઈ શાહની નિયુકિત કરાયેલ છે.

સામાજિક સંમેલન ઇન્ચાર્જ    હરેશભાઈ હેરભા-૯૭૧૨૨૩૮૧૧૧,  કિશોરભાઈ રાઠોડ-૯૪૨૮૨૬૧૫૦૦, નવીનપરી ગૌસ્વામી ૯૪૨૬૨ ૫૦૭૪૪.

આઈટી ઇન્ચાર્જ તરીકે  તન્મયભાઈ ઉપાધ્યાય-૮૪૬૦૭૦૧૫૦૦, યશભાઈ વાળા-૭૦૧૬૬૧૬૬૦૦, કમલભાઈ કોરિયા ૭૩૮૩૦ ૩૦૧૩૯ 

સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તરીકે સેંજલભાઈ મહેતા - ૮૦૦૦૦૩૦૦૮૦,  યોગેશભાઈ જીંજા - ૯૯૨૫૪૪૭૬૬૪,   રાજુભાઈ ચાવડા-૯૮૯૮૯૭૯૮૧૬,  

બાઈક રેલી ઇન્ચાર્જ તરીકે  સતીશભાઈ શિંગાળા-૯૫૧૦૦૦૦૦૦૪,,   રવિભાઈ માંકડિયા-૯૯૭૮૯૦૪૭૦૩,મુકેશભાઈ મકવાણા-૯૭૧૪૧૪૩૫૪૬. 

પ્રબુદ્ધ નાગરીક સંમેલનમાં નાના તરીકે રાજુભાઈ ધારૈયા-૯૯૨૫૧૧૨૧૦૦,,  

સમાજની યાદી ઇન્ચાર્જ તરીકે જીતુભાઈ જોશી-૭૮૭૪૮૩૦૨૨૨, 

શુશોભન ઇન્ચાર્જ   તરીકે કરણભાઈ લાડીયા-૯૪૧૧૧૪૪૪૪૪, વીરભાઈ વસોયા-૯૭૨૩૪૭૯૨૩૪, 

સ્ટેજ/ સ્વાગત ઇન્ચાર્જ તરીકે ભાસ્કરભાઈ જશાણી  ૭૬૦૦૦ ૯૭૩૦૦

બેનર/ર્હોડિંગ ઇન્ચાર્જ તરીકે ગીરીશ ભાઈ પરમાર-૯૯૨૫૬ ૧૯૨૧૮, 

ધાર્મિક સંસ્થા દર્શન ઇન્ચાર્જ   અલ્પેશભાઈ ઢોલરીયા  ૯૮૨૫૦ ૭૩૨૧૭ 

(3:39 pm IST)