Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

મુખ્યમંત્રી વિજયભાઇને મહિલા મોરચાના બહેનો દીર્ધઆયુષ્ય તથા રક્ષા માટે રાખડી બાંધશે

ભાજપ મહિલા મોરચા દ્વારા રાખડી હરિફાઇ યોજાશે : મુખ્યમંત્રીશ્રીના કટઆઉટને બહેનો બાંધશે રાખડી

રાજકોટ તા. ૧૭ : આગામી રક્ષાબંધનના પાવનપર્વે અનુલક્ષી ગુજરાત રાજયના યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની બહેનો તથા રાજકોટ શહેરની બહેનો દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના મહામારી દરમિયાન ગુજરાતની જનતા માટે રાત દિવસ જોયા વગર ધ ગ્રેટ કોરોના વોરિયર તરીકે યશસ્વી કામગીરી કરેલ છે. કોરોના જેવા મહાયુદ્ઘમાં ભીષ્મ પિતામહ બની ગુજરાતની જનતા માટે યશસ્વી કામગીરી કરેલ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આ માટે રક્ષાબંધનના પાવનપર્વ અનુલક્ષી રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની બહેનો તથા રાજકોટ શહેરની બહેનો દ્વારા રાખડી મોકલી દીર્ઘ આયુષ્ય તથા રક્ષા માટે શુભેચ્છા પાઠવવામાં આવશે.

જ્યારે શહેરમાં રક્ષાબંધન પર્વે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના કટઆઉટને રાખડી બાંધશે અને મુખ્યમંત્રીશ્રીના દિર્ધઆષ્યુય માટે પ્રાર્થના કરશે.

તેમજ રક્ષાબંધન અનુલક્ષી  અંજલીબેન રૂપાણી (પ્રભારી, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચો), કિરણબેન માકડીયા (પ્રમુખ, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચો), લીનાબેન રાવલ (મહામંત્રી, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચો) તથા કિરણબેન હરસોડા (મહામંત્રી, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચો)ના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાની બહેનો તથા રાજકોટ શહેરની બહેનો દ્વારા રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. તેમ કિરણબેન માકડીયા - શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખની યાદીમાં જણાવાયું છે.

(3:38 pm IST)