Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

રાજકોટમાં ૯.૨૪ લાખ લોકોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લઇ લીધો

આજ દિન સુધીમાં ૩.૨૩ લાખ નાગરીકોએ રસીનો બીજો ડોઝ લીધો છેઃ લોકો નિરૂત્સાહી

રાજકોટ,તા.૧૭: કોરોનાથી રક્ષણ માટે સરકાર દ્વારા ૧૫ જાન્યુઆરીથી તબક્કા વાઇઝ વેકસીનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જે અન્વેય રાજકોટ શહેરમાં આજ દિન સુધીમાં ૧૮ વર્ષથી ઉપરનાં  ૯.૨૪ લાખ નાગરીકોએ રસીનો પ્રથમ ડોઝ લઇ  લીધાનું તંત્રનાં સતાવાર સુત્રોએ જણાવ્યુ હતુ.

આ અંગે આરોગ્ય વિભાગમાં નોંધાયેેલ આંકડાકીય વિગતો ઉપર એક નજર કરીએ તો આજ દિન સુધીમાં ૧૭,૪૭૫ હેલ્થ વર્કરોએ પ્રથમ ડોઝ, ૨૯,૭૩૬ ફ્રન્ટલાઇન વર્કરોએ પ્રથમ ડોઝ તથા ૧૩,૬૧૬ હેલ્થ વર્કરોએ બીજો  ડોઝ, ૧૯,૩૦૫  ફ્રન્ટલાઇન વર્કરોએ બીજો ડોઝ તથા ૧૮ વર્ષથી ઉપરનાં ૯,૨૪,૬૩૧ નાગરીકોએ પ્રથમ ડોઝ, તથા ૧૮ વર્ષથી ઉપરનાં  ૩,૨૩,૮૩૪ નાગરીકોએ બીજો ડોઝ લઇ લેતા કુલ ૧૨,૪૮,૪૬૫ ડોઝ આપવામાં આવ્યા છે.

આમ જોઇએ તો શહેરનાં નાગરિકોમાં બીજા ડોઝ લેવામાં નિરૂત્સાહ જોવા મળી રહ્યો છે. 

(3:37 pm IST)