Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

ભાજપ કાર્યાલયે ધ્વજવંદન

કરણપરા સ્થિત ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં તેમજ ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીના વરદ હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે સાંસદ મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, મેયર ડો.પ્રદિપ ડવ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, ભાનુબેન બાબરીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ભાજપ કાર્યાલયને તીરંગા કલરથી શુશોભીત કરવામાં આવ્યુ હતું. તેમજ નયનરમ્ય ડેકોરેશન અને શણગાર કરવામાં આવ્યો હતો. દેશભકિતના ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ તકે ધ્વજવંદન બાદ કાર્યકર્તાઓ દ્વારા તીરંગાને આન-બાન-શાનથી સલામી આપી રાષ્ટ્રગાન કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડે કરેલ હતું. આ તકે ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ પર્વને અનુલક્ષીને વકતવ્ય આપેલ. 

(3:08 pm IST)