Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

જીવનનગરમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી

ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, રામેશ્વર મહાદેવ મહાદેવ સમિતિ, મહિલા મંડળના સંયુકત ઉપક્રમે જીવનનગરમાં ૭પ મા વર્ષે સ્વાતંત્ર્ય પર્વની આન-બાન-શાનથી ઉજવણી કરવામાં આવી હતી. સ્વાતંત્ર્ય પર્વે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવતા એડવોકેટ, જાથાના ચેરમેન જયંત પંડયાએ જણાવ્યું કે દેશભરમાં 'જાથા' સામાજિક ચેતના, જનજાગૃતિ, વૈજ્ઞાનિક મિજાજ કેળવવા સાથે લોકોને જોડવાનું કામ કરે છે. આ સંસ્થામાં કદી પણ નાત-જાત-કોમ, જાતિવાદ, કોમવાદને સ્થાન મળ્યું નથી. માણસની ઓળખ છે. સમિતિના ઉપપ્રમુખ મુકેશભાઇ પોપટે સ્વાગત, પરિચય આપી પર્વમાં જોડાવવું નૈતિક ફરજ છે તે સંબંધી સંબોધન કર્યું હતું. મંડળના સુનીતાબેન વ્યાસે આગામી ત્યૌહાર, ઉજવણી કોરોના પરિસ્થિતિ પ્રમાણે કરવામાં આવશે. તેમ જણાવેલ. પર્વની ઉજવણીમાં વિનોદરાય ભટ્ટ, નવીનભાઇ પુરોહિત, વિજયભાઇ જોબનપુત્રા, શૈલેષ પુજારા, ગોવિંદભાઇ ગોહેલ, પ્રફુલ્લભાઇ બારોટ, વિષ્ણુપ્રસાદ ઉપાધ્યાય, અંકલેશ ગોહિલ, પુજારી પ્રવિણભાઇ જોશી, મહિલા મંડળના શોભનાબેન ભાણવડિયા, સુનિતાબેન વ્યાસ, આશાબેન મજેઠીયા, જયોતિબેન પુજારા, ભારતીબેન ગંગદેવ, હંસાબેન ચુડાસમા, પ્રફુલ્લાબેન બોરીચા, યોગીતાબેન પુજારા, વાસંતીબેન ત્રિવેદી ભદ્રાબેન, ગોહેલ, હર્ષાબેન પંડયા એડવોકેટ, નેહાબેન વઢવાણા, રીશીતા વઢવાણા, ચાંદનીબેન ગોર, લીલાબેન, સદસ્યો જોડાયા હતા. 

(3:08 pm IST)