Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ધ્વજવંદન

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ૭પમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કુલપતિ ડો. નીતિનભાઇ પેથાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેસાણી અને એન.એસ.એસ.ના બ્રિગેડીયર સુરેન્દ્રનાથ તિવારીની ઉપસ્થિતિમાં એન.એસ.એસ., એન.સી.સી.ના વિદ્યાર્થીઓ, સિન્ડીકેટ સદસ્ય ડો. નેહલભાઇ શકલ, ડો. ગિરીશભાઇ ભીમાણી, ડો. ભાવિનભાઇ કોઠારી, ડો. કલાધર આર્ય સહિતના સિન્ડીકેટ સભ્યો, ભવનના અધ્યક્ષશ્રીઓ અધ્યાપકગણ, સેનેટ સભ્યો, વહીવટી કર્મચારીગણ ઉપસ્થિત રહેલ હતા.  રાષ્ટ્રભકિતના ગીતોના કાર્યક્રમ રાખવામાં આવેલ ડો. મનોજ જોશી અને કલાકાર વૃંદોએ રાષ્ટ્રપ્રેમ-રાષ્ટ્રભકિતનું વાતાવરણનું નિર્માણ થાય એ પ્રકારના ગીત-સંગીતનો કાર્યક્રમ આપેલ હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવશ્રી નિલેશભાઇ સોની તથા શારીરિક શિક્ષણ નિયામક ડો. જતીનભાઇ સોનીના માર્ગદર્શન હેઠળ શારીરિક શિક્ષણ વિભાગ, શારીરિક શિક્ષણ અનુસ્નાતક ભવન, એન.સી.સી. અને એન.એસ.એસ. ના છાત્રો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી. 

(3:07 pm IST)