Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

પિતાએ મોબાઇલ ફોન ન દેતાં પાંચ વર્ષનો ટેણીયો રિસાઇને નીકળી ગયોઃ બી-ડિવીઝન પોલીસે શોધ્યો

રણછોડનગર કોમ્યુનિટી હોલથી ગૂમ થયેલો ટાબરીયો મોડી રાતે આડા પેડક રોડેથી મળ્યો

રાજકોટઃ સામા કાંઠે પેડક રોડ પર રહેતું દંપતિ રણછોડનગર કોમ્યુનિટી હોલ ખાતે ફંકશનમાં રસોઇના કામે આવ્યું હોઇ અહિ તેનો પાંચ વર્ષનો પુત્ર માનવ પણ સાથે હતો. રાતે માનવે પિતા પાસે મોબાઇલ ફોન માંગતા પિતાએ મોબાઇલ ફોનમાં બેટરી ઓછી હોઇ બંધ થઇ જશે તો કોઇને ફોન નહિ લગાડી શકાય તેમ કહી ફોન ન આપતાં તે રિસાઇ ગયો હતો અને પિતા રસોઇ કામમાં વ્યસ્ત હતાં ત્યારે હોલમાંથી બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ કલ્પેશભાઇને પુત્ર જોવા ન મળતાં શોધખોળ આદરી હતી. પરંતુ પત્તો ન મળતાં પોલીસને જાણ કરતાં બી-ડિવીઝન પીઆઇ એમ. બી. ઓૈસુરાએ ટીમોને કામે લગાડી હતી. એ દરમિયાન કોન્સ. હરપાલસિંહ વાઘેલા તથા કોન્સ. મહિદિપસિંહ જાડેજા શોધખોળ કરતાં કરતાં આડા પેડક રોડ પર પહોંચ્યા ત્યારે એક ટેણીયો જોવા મળતાં તેની પુછતાછ કરતાં પોતાનું નામ માનવ જણાવતાં તેને તેના વાલી પાસે લાવી ખાત્રી કરી સોંપાયો હતો. વાલીઓએ પોલીસનો આભાર વ્યકત કર્યો હતો. 

(3:07 pm IST)