Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

હોટલ સરોવર પોર્ટિકોમાં ધ્વજ લહેરાયોઃ સ્વાતંત્રપર્વની ઉજવણી

રાજકોટઃ  દેશના ૭૫માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાજકોટ શહેરની મધ્યમાં આવેલ લીમડા ચોક સ્થિત હોટેલ સરોવર પોર્ટિકો - મરાસા હોસ્પિટાલિટી પ્રા. લી. ખાતે સોશ્યલ ડિસ્ટન્સીંગના પાલન સાથે રાષ્ટ્રધ્વજને લહેરાવી સલામી આપી ધ્વજવંદન પર્વ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હોટલ સરોવર પોર્ટિકોના જનરલ મેનેજર શ્રી હિમાંશુ કુમાર, હોટલના લાયઝન ઓફિસર  શ્રી બિપિનભાઈ પોપટ તથા હોટલ ના એચ.આર.. મેનેજર, સેલ્સ મેનેજર તેમજ હોટલના તમામ સ્ટાફે હાજર રહી ઉત્સાહભેર પર્વ ઉજવણી કરેલ હતી   હાલ કોરોના કાળના વોરિયર્સ ડોકટરો, પોલીસ કર્મચારીઓ, મીડિયા મિત્રો તથા સફાઈ સૈનિકો વગેરેએ  આભાર વ્યકત કરેલ. તેમ યાદીમાં જણાવાયું છે. 

(3:06 pm IST)