Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

સીએ બ્રાંચ દ્વારા સ્વાતંત્ર્યદિનની ઉજવણી

બ્રાંચ ઓફ WIRC અને ICAI તેમજ રાજકોટ બ્રાન્ચ ઓફ WICASA દ્વારા દેશના ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની શાનભેર ઉજવણી કરાઇ હતી. ICAI ના ચેરમેન સી.એ. હાર્દીક વ્યાસના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવેલ. આ પ્રસંગે સ્વાતંત્ર્ય સેનાનીઓના બલીદાનને યાદ કરી રાષ્ટ્ર ધ્વજને સલામી અપાઇ હતી. રાષ્ટ્રીય પર્વની તમામ સીએ અને વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવેલ. સમગ્ર ઉજવણી માટે વ્યવસ્થાપક સમિતિ તેમજ સીએ વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી. 

(3:05 pm IST)