Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

નિલ્સ સંજયરાજ ઓફિસ તથા આસપાસની સોસાયટીના રહીશો દ્વારા સ્વતંત્રતા દિવસની દબદબાભેર ઉજવણી

રાજકોટઃ પૂર્વ ધારાસભ્યશ્રી ઇન્દ્રનીલભાઈ રાજગુરુના માર્ગદર્શન હેઠળ ટિમ ઇંદ્રનીલ ફોર યુ દ્વારા નીલ્સ સંજયરાજ ઓફિસ સ્ટાફ, તથા નિલ્સ ગ્રીનવુડ, ગ્રીન એવન્યુ, પ્રશીલ પાર્ક, સંજય વાટિકા, તેમજ નિસર્ગ બંગલોઝ અને આસપાસની સોસાયટીના રહીશો દ્વારા નિલ્સ સંજયરાજ ઓફિસની બાજુના ગ્રાઉન્ડ ખાતે ૭૫મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવેલ. આ નિમિતે શ્રી સ્વરાજભાઈ રાજગુરુના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવેલ. હાલ કોરોના મહામારી ચાલી રહેલ હોય ત્યારે આ ઉજવણી સંપૂર્ણ સાદગી સાથે આરોગ્યની ગાઈડ-લાઈન મુજબ સોશીયલ ડીસ્ટન્સના નિયમના પાલન સાથે કરવામાં આવેલ.ધ્વજવંદન સાથે તિરંગાને સલામી આપી રાષ્ટ્રગીત ગુંજી ઉઠ્યું હતું. ઇન્દ્રનીલભાઈ રાજગુરૂ એ આ તકે સર્વે ને ૭૫ માં સ્વતંત્રતા દિવસની  ટેલિફોનિક શુભેચ્છા પાઠવેલ હતી તેમજ શ્રી સ્વરાજભાઈ રાજગુરુ અને શ્રી શકિતભાઈ જાડેજા એ પ્રાસંગિક ઉદબોધન કરેલ અને શહીદ વીર જવાનોને સલામી આપેલ તેમજ સૌને ૭૫મા સ્વતંત્રતા દિવસની શુભેરછા પાઠવેલ હતી. કાર્યક્રમનું સંચાલન શ્રી ધર્મેન્દ્રભાઈ સિંઘવ અને શ્રી જીતુભાઇ ઠાકર દ્વારા કરવામાં આવેલ.

આ કાર્યક્રમ માં સ્વરાજભાઈ રાજગુરુ, શકિતભાઈ જાડેજા, વરુણભાઈ આંતરોલિયા, જીતુભાઈ ઠાકર, મુકુંદભાઈ ટાંક, હરપાલસિંહ જાડેજા, દીપકભાઈ કારેલીયા, જયદીપભાઈ મકવાણા, અર્જુનભાઈ બોરિચા, મહોબતસિંહ ઝાલા, દાસભાઈ, મધુસૂદનભાઈ ત્રિવેદી, ચંદ્રેશભાઈ મિયાત્રા, જયસુખભાઇ વસોયા, રણદીપભાઈ, ધ્રુવભાઈ, સાગરભાઈ, મિલનભાઈ, મહેન્દ્રસિંહ જાડેજા, મયંકભાઇ મહેતા, ધર્મેન્દ્ર સિંધવ, સંજય ચાવડા, પી. ડી. જાડેજા, જયુભા ઝાલા, ભાનુભાઇ તેરૈયા, જયભાઇ મેહતા, કિશનભાઈ જોશી, અભયભાઇ મહેતા, વિજયભાઈ મહેતા, તેજસભાઈ જાની, પ્રશાંતભાઈ મહેતા, દૂધનાથભાઈ સહાની, પાર્થભાઈ આયર, રવિભાઈ સોસા, સંજયભાઈ પંડ્યા, પાર્થભાઈ મહેતા, હિતુભાઇ મહેતા, વાજસુરભાઈ દવેરા, ગોવિંદભાઇ માલધારી, નટુભાઇ, કમલેશભાઈ વાળા, બ્રિજેશભાઈ દવે, શ્યામાભાઈ, રાજીલભાઇ તથા બેહનોમાં વૈશાલીબેન શિંદે, જયાબેન ચૌહાણ, અર્ચનાબેન મહેતા, વિધિબેન રાવલ, શિવાનીબેન પંચોલી, પલબેન ચૌહાણ, શિલ્પાબેન દેવરિયા, સારિકાબેન કનોજિયા, અવંતિકાબેન, કાજલબેન, આઇશાબેન સહિતના હાજર રહેલા.

(3:04 pm IST)