Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

કેઇઝન ગ્રુપ દ્વારા ૧ મહિનામાં ૬ સેમીનારો સંપન્ન

રાજકોટઃ શિક્ષણ ક્ષેત્રે પ્રખ્યાત કેઇઝન ગ્રુપ દ્વારા હોટલ ઇમ્પીરીયલ પેલેસ જામનગરમાં હોટલ સયાજી ખાતે અને ભાવનગર-ભરૂચ-સુરતથી સ્ટારહોટલોમાં છેલ્લા એક મહિનામાં  પાંચ જેટલા શહેરોમાં ૬ જેટલા સેમીનારનું સફળ આયોજન કરવામાં આવેલ હતુ. જેનો આ વખતે ધો.૧૨ પાસ કરેલ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ દ્વારા દરેક સેમીનારમાં લાભ લીધેલ હતો. કોવિડ -૧૯ના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં માત્ર કેઇઝન ગ્રુપ દ્વારા વર્ષ ૨૦૧૮ થી એટલે કે છેલ્લા ૧૩ વર્ષોથી સતત હોટલ ઇમ્પીરીયલ પેલેસ અને ધો.૧૨ અને ગ્રેજયુએટના વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે સેમીનાર તેમજ સમગ્ર વર્ષ દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્રની સ્કુલ-કોલેજોમાં આખુ વર્ષ કવીઝ, વર્કશોપ, ટેલેન્ટ હન્ટ વગેરે  પ્રવૃતિ કરવામાં આવે છે. ૨૦૧૯માં એક જ વર્ષમાં રાજકોટ-જામનગર-ભાવનગર મોરબી ખાતે ૫૦થી વધુ સેમીનાર કરેલ હતા જેને ૧૦હજારથી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધેલ હતો. ઉલ્લેખનીય છે કે કેઇઝન ગ્રુપના સી.ઇ.ઓ. વસીમ માકડા છેલ્લા ૧૩ વર્ષોથી અલગ અલગ સેમીનારના માધ્યમથી ૧૦ હજાર થી વધુ વિદ્યાર્થીઓના સંપર્કમાં આવી તેમને માર્ગદર્શન આપે છે. વધુ માહિતી માટે શ્રી વસીમ માકડાનો ૯૮૨૪૫ ૮૬૫૬૧ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. 

(3:04 pm IST)