Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

વિદ્યાર્થીએ નિરૂપયોગી વસ્તુઓમાંથી ૧પ દિવસમાં ઇલેકિટ્રક બાઇક બનાવ્યું, પ્રતિ કિલો મીટરે માત્ર પ૦ પૈસાનો ખર્ચ

રાજકોટઃ રાજકોટ આરે.કે.યુનિવર્સિટીના વિદ્યાર્થી અને યુવા મિકેનિકલ એન્જીનીયર જયદીપ ડોડીયાએ ડો. ચેતન પટેલના માર્ગદર્શન હેઠળ વેસ્ટમાંથી બેસ્ટ ઇલેકિટ્રક બાઇકનું નિર્માણ કર્યુ છે. જે એકવાર ચાર્જિંગ કર્યા પછી પ૦ થી પપ કિલોમીટર ચાલે છેઅને એવરેજ સ્પીડ ૪પ કિલોમીટર પ્રતિકલાકની છે. જયદીપ દ્વારા બનાવેલ આ બાઇકની ખાસિયત એ છે કે તમારી પાસે રહેલા કોઇ પણ જુના બાઇકને ઇલેકિટ્રક બાઇમાં કન્વર્ટ કરીને તેન ેરિસાયકલ કરી શકો છો. નવા બાઇકની કિંમતની સામે ૬૦% ઓછી કિંમતમાં આ રીતે બાઇક તૈયાર કરી શકાય છે. બાઇકની વિશેષતા બાઇકને ફુલ-ચાર્જ થવા માટે માત્ર ર યુનિટની જ જરૂર પડે છે એટલે પ્રતિ કિલોમીટરે પ૦ પૈસાનો જ ખર્ચ આવે છે બાઇકની અંદર ઓટો કલય સિસ્ટમ પણ છે જે મોટરને ઓવરલોડ કે રફ રસ્તામાં પ્રોટેકશન આપે છે. અને બાઇકની લોડ કેરીંગ કેપેસીટી ર૦૦ કિલોગ્રામની છે. બાઇકની બેટરી ૪ વર્ષની વોરંટી ધરાવે છે. જયદીપનુ આ સંશોધન ખરા અર્થમં મધ્યમ વર્ગને રાહત આપનારૃં છે.

(3:03 pm IST)