Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

દારૂના ગુનામાં રૈયાધારના રમેશને રામાપીર ચોકડીએથી પકડી લેવાયો

ક્રાઇમ બ્રાંચે અગાઉ એકને પકડતાં નામ ખુલ્યું હતું

રાજકોટ તા. ૧૭: રૈયાધાર ઇન્દીરાનગર મફતીયાપરામાં રહેતાં રમેશ ધનજીભાઇ બોખાણી (ઉ.વ.૨૬)ને ક્રાઇમ બ્રાંચે દારૂના ગુનામાં રામાપીર ચોકડીથી રૈયાધાર તરફના રસ્તેથી પકડી લીધો છે.

અગાઉ ૮/૮ના રોજ પોલીસે ત્રણ બોટલ સાથે સંજય પરમાર નામના શખ્સને પકડ્યો હતો. તેમાં રમેશનું નામ ખુલ્યું હતું. રમેશ અગાઉ દારૂ, મારામારી સહિત પાંચ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ વી.જે. જાડેજા અને ટીમે એએસઆઇ જયેશભાઇ નિમાવત તથા કુલદીપસિંહની બાતમી પરથી પકડ્યો હતો. 

(3:02 pm IST)