Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

સાતડા પ્રા. શાળામાં સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી

રાજકોટ : સાતડા ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી કરાઇ હતી. શાળાના મેદાનમાં ધ્વજવંદન રાખવામાં આવેલ. રાષ્ટ્રગીત સાથે સલામી અપાઇ હતી. આ તકે વાલી સંમેલન યોજી સમગ્ર સ્કુલ ડેવલોપમેન્ટ પ્લાન પર ચર્ચા વિચારણા કરાઇ હતી. સ્વચ્છતા જાળવવા સંબંધી માર્ગદર્શન અપાયુ હતુ. ધ્વજ વંદન એસ.એમ.સી. અધ્યક્ષ સંજયભાઇ હમીરભાઇ ડાંગરના હસ્તે કરવામાં આવેલ. તે પ્રસંગે આચાર્યશ્રી ડીમ્પલબેન હેરભા અને સહ આચાર્ય શ્રી ભરતભાઇ લોખીલ  તથા સર્વે સ્ટાફ સાથે જોડાયા હતા. એમ.ડી.એમ. સંચાલક ધર્મેશભાઇ કારીયા દ્વારા બાળકોને પ્રસાદ વિતરણ કરવામાં આવેલ. શાળાના ચોગાનમાં ધ્વજ વંદન સમયની તસ્વીર નજરે પડે છે. 

(3:00 pm IST)