Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

ગોકુલ હોસ્પિટલમાં ધ્વજવંદન- નિઃશુલ્ક નિદાન કેમ્પ

રાજકોટઃ શહેરના કુવાડવા રોડ ખાતે આવેલ ગોકુલ હોસ્પિટલમાં ધ્વજ વંદનના કાર્યક્રમ બાદ નિઃશુલ્ક મલ્ટી સ્પેશ્યિાલિટી કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. નિદાન કેમ્પનું ઉદ્ઘાટન ધારાસભ્ય અરિવંદભાઈ રૈયાણી, મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, ગોકુલ હોસ્પિટલના ચેરમેન ડો.પ્રકાશ  મોઢા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડો.ડેનિશ રોજીવાડિયા (હૃદયરોગ નિષ્ણાંત), ડો.કૃણાલ કુંદડીયા (યુરોલોજિસ્ટ), ડો.ત્રિશાંત ચોટાઈ (ન્યૂરો એન્ડ સ્પાઈન સર્જન), ડો.હિરેન વાઢિયા (ફેફસાનાં રોગોનાં નિષ્ણાંત), ડો.ઊર્મિલ પટેલ (ઓર્થોપેડિક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન), ડો.મહિપાલ ચૌહાણ (પીડિયાટ્રીક ઈન્ટેસીવીસ્ટ), ડો.ઉમેદ શિંગાળા (જનરલ એન્ડ લેપ્રોસ્કોપીક સર્જન), ડો.ભાવિક પરમાર (રેડિયોલોજિસ્ટ)એ નિદાન સેવા આપી હતી કેમ્પમાં ૨૦૦થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. જરૂરિયાતમંદ દર્દીઓને રેડિયોલોજી એન પેથોલોજીમાં પણ ખાસ રાહત આપવામાં આવી હતી. મુખ્યમંત્રી અમૃતમ (મા) અને આયુષ્માન ભારત (PMJAY) યોજના અંતર્ગત હૃદયરોગને લગતી સારવાર તેમજ સાંધા બદલાવાના ઓપરેશન કોઈપણ પ્રકારના વેઈટિંગ વગર નિઃશુલ્ક આપવામાં આવતું હોવાની યાદીમાં જણાવાયું છે.

(2:57 pm IST)