Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

ફ્રુટનો ધંધાર્થી અહેમદ ઉર્ફ શેરો મોચીબજાર શાક માર્કેટમાં દારૂની બોટલો સાથે પકડાયો

રાજકોટ તા. ૧૭: જ્યુબીલી શાક માર્કેટના ભંડકીયામાં રહેતાં અને ફ્રુટની લારી રાખી ધંધો કરતાં મુળ જામનગરના અહેમદ ઉર્ફ શેરો સુલેમાનભાઇ બાબી (ઉ.વ.૨૨)ને સાંજે સાતેક વાગ્યે એ-ડિવીઝન પોલીસ મથકના એએસઆઇ હારૂનભાઇ આર. ચાનીયા, બી. વી. ગોહિલ, હરપાલસિંહ જાડેજા સહિતે મોચી બજાર શાક માર્કેટમાંથી રૂ. ૮૦૦ના બે બોટલ દારૂ સાથે પકડી લઇ વિશેષ પુછતાછ કરતાં જુનાગઢ તરફથી પીવા માટે લાવ્યાનું રટણ કર્યુ હતું.

પીઆઇ સી.જી. જોષીની રાહબરીમાં ડી. સ્ટાફની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે આ કામગીરી થઇ હતી.

અહેમદને પિતાને માર માર્યો

અન્ય બનાવમાં અહેમદ સુલેમાનભાઇ બાબી (ઉ.વ.૨૧)ને રાતે પરાબજારમાં પિતાએ ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ચોકીના સ્ટાફે એ-ડિવીઝનમાં જાણ કરી હતી.

રામાપીર ચોકડીએથી કિશોર બે બોટલ દારૂ સાથે પકડાયો

ગાંધીગ્રામ ગંગેશ્વર મહાદેવ મંદિર સામે શેરી નં. ૧માં રહેતાં કેબલના ધંધાર્થી કિશોર મુળુભાઇ વાળા (ઉ.વ.૫૨)ને રામાપીર ચોકડીએથી એએસઆઇ જયસુખભાઇ એસ. હુંબલ અને અર્જુનભાઇ ડવ સહિતે રૂ. ૮૦૦ના બે બોટલ દારૂ સાથે પકડી લીધો હતો.  

(2:55 pm IST)