Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

શહેરમાં પાણી ચોરી અટકાવવા સતત ચેકીંગ : વધુ ૧૨ મકાન ધારકો ડાયરેકટ પમ્પીંગ કરતા ઝડપાયા

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા પાણીના નળમાં ઇલેકિટ્રકઙ્ગઙ્ગમોટર મૂકતા કે અન્ય કોઈ અનઅધિકૃત રીતે ડાયરેકટઙ્ગઙ્ગપંપિંગ કરતા લોકો સામે પગલાં લેવા તેમજ શહેરમાં પીવાના પાણીમાં અન્ય સોર્સમાથી ભળતું ગંદુ પાણી કે ઓછા ફોર્સથી નળમાં પાણી આવવાની ફરિયાદોના નિકાલ અર્થે સ્થળ ચકાસણીની ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. જેમાં ગઇકાલે તા. ૧૬ના રોજ શહેરમાં ૧૦૪૩ ઘરોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ડાયરેકટ પમ્પીંગ કરતા કુલ ૧૨ કિસ્સાઓ મળેલ હતા. ૫ નોટીસ અને ૦૩ મકાન ધારકોને ઇલેકિટ્રક મોટર જપ્ત કરવામાં આવી હતી. ડાયરેકટ પમ્પીંગ અને ફળિયા ધોવા બાબતે રૂ. ૧૮,૭૫૦ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.

 

(4:10 pm IST)