Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

હરસિધ્ધી સોસાયટીમાં દીપાલીના આપઘાત કેસમાં આરોપીને તાકીદે પકડો

યુવતીએ પાડોશી સુનિલ કુકડીયાના ત્રાસથી આત્મહત્યા કરી લીધી'તીઃ પરિવારજનો દ્વારા આત્મવિલોપનની ચીમકીઃ પોલીસ કમિશ્નરને રજુઆત

રાજકોટ તા. ૧૭ શહેરના નાણાવટી ચોક પાસે હરસિધ્ધી સોસાયટીમાં રહેતી દીપાલી રાજેશભાઇ પરમાર (ઉ.રપ)ના આપઘાતના કેસમાં આરોપીને તાકીદે પકડી પાડી ન્યાય અપાવા માટે પરિવારજનોએ પોલીસ કમીશ્નરને રજુઆત કરી છે.
મળતી વિગત મુજબ હરસિધ્ધી સોસાયટીમાં ભોગબનનાર યુવતિના પરિવારજનોએ ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદને કરેલી લેખીત રજુઆતમાં જણાવ્યું છે. કે, દીપાલી રાજેશભાઇ પરમાર (ઉ.રપ) એ ૬ દિવસ પહેલા આપઘાત કરી લીધો હતો તેની પાસેથી એક સ્યુસાઇટ નોટ મળી આવી હતી તેમાં પાડોશમાં રહેતો સુનીલ કુકડીયાના કારણે આપઘાત કરૃ છું તો કોઇ મારૃ કોઇ કોઇ બગાડી શકશે નહી તમારાથી જે કાંઇ થતુ હોય તે  કરી લેજો' આ બનાવમાં દીપાલીના પિતા રાજેશભાઇ પરમારની ફરીયાદ પરથી સુનીલ સામે આપઘાતની ફરજ અંગે ગુન્હો નોંધવામાં આવ્યો છે. જેમાં આરોપી રસીક કુકડીયા, રેખા કુકડીયા અને સુનીલ કુકડીયા આ ત્રણેય લોકોએ સાથે મળી દીકરી દીપાલીને મરવા માટે મજબુર કરી હતી. દીકરી દીપાલીની સ્યુસાઇટની જાણ હોવા છતા મયુરના પાટણવાવ તેમના સમાજની યુવતિ સાથે લગ્ન કર્યા છે તે દીકરીની પણ જીંદગી ખરાબ કરી રહ્યા છે. આ બનાવની જાણ પોલીસને હોવા છતા કોઇ પણ પગલા લેવાયા નથી અને આરોપીઓની ધરપકડ થઇ નથી આથી તાકીદે આ આરોપીઓને પકડવા જણાવાયું છ.ે જો પકડવામાં નહી આવે તો આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે.

 

(4:04 pm IST)