Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

મિલ્કતોનો બોગસ દસ્તાવેજ બનાવવાના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી નામંજુર

રાજકોટ તા. ૧૭: મિલ્કતોના બોગસ દસ્તાવેજો બનાવનાર આરોપીની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરવાનો સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

ગત તા. રર-ર-રર ના રોજ કુવાડવા પોલીસ સ્ટેશનમાં હડાળા ગામના રેવન્યુ સર્વે નં. ર૩ર પૈકીની જમીનના પ્લોટના બોગસ દસ્તાવેજો અંગેની ફરીયાદ નોંધાયેલ હતી.આ ગુન્હામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી જ ેલ હવાલે કરેલ જેલમાંથી આરોપી શકિતસિંહ કૃષ્ણકુમાર વાળા એ ચાર્જશીટ પછી જામીન ઉપર છુટવા જામીન અરજી કરેલ.

સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે આરોપીએ ગામ નમુના નં. ર તથા મહેસુલ ભર્યાની પહોંચ બોગસ ઉભી કરેલ છે. અને તેના આધારે દસ્તાવેજ રજીસ્ટર કરાવી લીધેલ છે. આમ આરોપીઓએ મિલાપીપણુ કરી સરકારી દસ્તાવેજો ખોટા ઉભા કરી ગુન્હો આચરેલ છે. આવા આરોપીને જામીન આપવા જોઇએ નહીં તે રજુઆતને ધ્યાને લઇ સેસન્સ જજ શ્રી ડી. ઓ. વોરાએ જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(3:11 pm IST)