Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

સ્કુલોને બોગસ જોડાણનો મામલોઃ બોગસ સિક્કા-સાહિત્ય કયાં બનાવ્યું? પુછપરછ

તનુજા સીંગ સહીત ૩ ટ્રસ્ટી ૩-૩ દિવસના રિમાન્ડ ઉપર

શિક્ષણ કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધેલા કતેન જોશી, તનુજા સીંગ, જીતેન્દ્ર પીઠડીયા અને પારસ લાખાણી નજરે પડે છે.  

રાજકોટ, તા., ૧૭: બોર્ડ ઓફ હાયર સેકન્ડરી એજયુકેશન દિલ્હીના નામે કોઇ પણ જાતની સરકારી શિક્ષા વિભાગની કે શૈક્ષણીક બોર્ડની માન્યતા વગર સ્કુલોને જોડાણ આપવાના કૌભાંડમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધેલી તનુજા સીંગ મનોજકુમાર ચૌધરી (ઉ.વ.૪૮) , જીતેન્દ્ર અમૃતલાલ પીઠડીયા (ઉ.વ.૪૬) અને પારસ અશોકભાઇ લાખાણી  (ઉ.વ.ર૯)ની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા ૩-૩ દિવસના રીમાન્ડ ઉપર સોંપાયા છે. ખાંભા-અમરેલીમાં બોગસ જોડાણના આધારે સ્કુલ ચલાવતો કેતન જોશી અગાઉથી ૭ દિવસના રીમાન્ડ પર સોંપાયો છે.

પીઆઇ વાય.બી.જાડેજા દ્વારા કૌભાંડને લગતુ સાહિત્ય અને સિક્કા કયાં બનાવાયા છે? તે મુદ્દે પુછપરછ ચાલી રહી છે. ખાંભાની સ્કુલ ર૦૧૪ થી ચાલી રહી છે. આ સ્કુલમાંથી હજારો વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવ્યું છે. સ્કુલ કોઇ પણ જાનતની માન્યતા ધરાવતી ન હોવાથી અત્યાર સુધી આપેલા માર્કેશીટસ અને સર્ટીફીકેટસ કોઇ કામના રહયા નથી. નિર્દોષ વિદ્યાર્થીઓના ભાવી અંધકારમય બની ગયા છે. રાજકોટ, જામનગર, જુનાગઢની ઓફીસથી આપવામાં આવતા સર્ટીફીકેટસ અને રીઝલ્ટસ દિલ્હીની ઓફીસમાંથી વેરીફાઇ કરવામાં આવતા હતા. સમગ્ર કૌભાંડ ઘણા વર્ષોથી પુર્વયોજીત રીતે ચાલતુ હતું.

(3:06 pm IST)