Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

શહેર ભાજપ ડોકટર્સ સેલ દ્વારા સગર્ભા સોનોગ્રાફી કેમ્પ

રાજકોટ ઃ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરભાઇના વિશેષ માર્ગદર્શનથી પ્રદેશ ભાજપ અને ભાજપ મેડીકલ દ્વારા ગુજરાતમાં તમામ ૫૭૯ મંડલમાં ગાયનેક સોનોગ્રાફી કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ અંતર્ગત શહેર ભાજપ ડોકટર સેલ દ્વારા વિવિધ વોર્ડમાં ૨૧ હોસ્પિટલો ખાતે સગર્ભા સોનોગ્રાફી કેમ્પમાં ૫૮૦ થી વધુ સગર્ભા બહેનોઍ લાભ લીધો હતો. આ તકે કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળાઍ દિપ પ્રાગટય કરી આ કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય ગોવીંદભાઇ પટેલ, મેયર ડો.પ્રદીપ ડવ, ધનસુખ ભંડેરી, નિતીન ભારધ્વાજ, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, કશ્યપ શુકલ, રક્ષાબેન બોળીયા, ભાનુબેન બાબરીયા, પુષ્કર પટેલ,ડોકટર સેલના ડો. અતુલ પંડયા, ડો.ચેતન લાલસેતા, ડો.નરેન્દ્ર વિસાણી સહીતના ઉપસ્થિત રહ્ના હતા. આ કેમ્પનો પ્રારંભ ડો.દર્શનાબેન પંડયાની હોસ્પિટલ ખાતેથી કરવામાં આવેલ. કેમ્પમાં મહીલા મોરચાના મહામંત્રી કીરણબેન હરસોડા, લીનાબેન રાવલ, ડો. રાજેશ્વરીબેન ડોડીયા, અનીતાબેન ગોસ્વામી, પલ્લવીબેન પોપટ સહીતના મહિલા મોરચાના બહેનોઍ વ્યવસ્થા સંભાળી હતી.(૩૯.૨)

(12:47 pm IST)