Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

વર્લ્‍ડ રેકોર્ડ ઓફ ઈન્‍ડિયા એવોર્ડથી અમદાવાદના જોઈન્‍ટ પોલીસ કમિશ્નર અજય ચૌધરી વિભૂષિત

જીનીયસ ફાઉન્‍ડેશન દ્વારા અપાતા એવોર્ડમાં રાજકોટની પાંચ વિશિષ્‍ટ પ્રતિભાનો સમાવેશ કરવામાં આવ્‍યો : સિનિયર આઈપીએસ અધિકારીએ એબસ્‍ટ્રેક આર્ટમાં વિશ્વ લેવલે ગુજરાતને ગૌરવ આપતા એવોર્ડ અપાયો

રાજકોટ, તા.૧૭:  ગીનિશ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડ માફક દેશભરમાં વર્લ્‍ડસ રેકોર્ડ ઓફ ઇન્‍ડિયા એવોર્ડ જીનીયશ ફાઉન્‍ડેશન દ્વારા અપાતા જીનીયસ ઇન્‍ડિયન એવોર્ડ અચિવર્સ એવોર્ડ ૨૦૨૨ તાજેતરમાં અમદાવાદ ખાતે વિશેષ સમારોહ  યોજાયેલ.
જેમાં એબસ્‍ટ્રેકટ આર્ટ લેવલે વિશ્વ ભરમાં અનેરી સિદ્ધિ હાંસલ કરી ગુજરાતની આન- બાન અને શાન વધારનાર ગુજરાતના સિનિયર આઇપીએસ, અમદાવાદના જોઇન્‍ટ પોલિસ કમિશનર અજયકુમાર ચૌધરીને એવોર્ડ અપતા તેમના શુભેચ્‍છકોમા હર્ષની લાગણી સાથે અભિનદન અપરંપાર વર્ષી રહ્યા છે.      
આ સમારોહમાં પાંચ વિશિષ્‍ઠ વ્‍યકિતઓને લાઈફ ટાઈમ એચિવમેન્‍ટ એવોર્ડ એનાયત કરવામાં આવેલ, જેમાં પંડિત આર.બી.નાયર, પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ શામજીભાઈ પટેલ, ઉમેશભાઈ મહેતા અને મંજુલાબેન દેત્રોજાનો સમાવેશ કરવામાં આવેલ.                    
વિવિધ લેવલે યશસ્‍વી સિધ્‍ધિ મેળવનાર રાજકોટના પાંચ વ્‍યકિત વિશેષને એવોર્ડ આપવામાં આવેલ જેમાં એજયુકેશન ક્ષેત્રે પ્રોફેસર દિપકભાઈ  મસરૂ, જાણીતા હોર્સ રાઇડર જયભાઈ વ્‍યાસ, સૌમયા મકવાણા, દિપકભાઈ શર્મા  અને કાવ્‍યા કણાકિયાનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.                                        
 જીનીયસ ફાઉન્‍ડેશન પ્રેસી. પાવન સોલંકી દ્વારા અમદાવાદ અને મુંબઈ ખાતે આયોજીત કરવામાં આવેલ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અતિથિ વિશેષ તરીકે હાજર રહેલ.

 

(11:09 am IST)