Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

પી.જી.વી.સી.એલ.ના કર્મચારીની ફરજમાં રૂકાવટ કરીને માર મારવાના ગુનામાં પકડાયેલ આરોપીઓની જામીન અરજી રદ

પડધરીના મોવીયા ગામે વીજટુકડી ચેકીંગ કરવા ગયેલ ત્‍યારે આરોપીઓએ હુમલો કરેલ હતો

રાજકોટ તા.૧૬: પી. જી. વી. સી. એલ.ના કર્મચારી હોવાનું જાણવા છતા પી.જી.વી.સી.એલ.ના કર્મચારીને પોતાની કાયદેસરની ફરજમાં માર મારી ફરજમાં રૂકાવટ બદલી પુરૂષ ત્‍થા મહિલા ઓરોપીની જામીન અરજી રદ કરી હતી.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે મોવીયા મુકામે રહેતા ધીરૂભાઇ મેપાભાઇ તળપદાને ત્‍યાં પી. જી.વી. સી. એલ.ના અધિકારી તપાસમાં ગયેલ ત્‍યારે આરોપીઓ ધીરૂભાઇ તળપદા, ચીરાગભાઇ હેમંતભાઇ તળપદા, ભારતીબેન ધીરૂભાઇ તળપદા, જીગ્નાબેન ચેતનભાઇ તળપદા, રમેશભાઇ મેપાભાઇ તળપદા, રમેશભાઇ લીંબાભાઇ તળપદા, મુકશભાઇ ચનાભાઇ બુસા, સંજયભાઇ જીવરાજભાઇ સુદાણીઓએ ગેરકાયદેસર મંડળી રચી પી.જી.વી. સી. એલ.ના અધિકારીઓ ભાર્ગવભાઇ નંદલાલ પુરોહિત, અંકુરભાઇ ચંદુભાઇ ધડુક, કિર્તીકુમાર ગોવિંદભાઇ પટેલ ઉપર હુમલો કરી માર મારી ફરજમાં રૂકાવટ કરેલ હતી. જેથી પોલીસે તેઓની ધરપકડ કરેલ અને અદાલતમાં રજૂ કરેલા જેથી જામીન અરજી કરેલ હતી.

સદરહુ જામીન અરજીની સુનાવણી કરતા પી.જી.વી.સી.એલ. વતી ધડુકએ વિગતવારનું સોગંદનામુ અદાલતને આપેલ હતું અને આરોપીની ફેકટરીમાં તે જ દિવસે રૂા. ૮,૭૬,૬૫૮-૧૨ની વીજચોરી પકડાયેલ હતી. ત્‍યાં અગાઉ સને ૨૦૦૬માં પણ આરોપીના ધરે પણ વીજચોરી પકડાયેલ  હતી. તેવી તમામ હકિકતો સાથે બનાવના સંપૂર્ણ વિગત દર્શાવતી અને ઇજા પામનારને વોકહાર્ટ હોસ્‍પીટલ મુકામે સારવાર લીધા સબંધની સોગંદનામામાં જાણ કરેલ હતી. સદરહું જામીન અરજીની સુૃનાવણી નીકળતા સરકારી વકીલશ્રીની મુદ્દાસરની તર્કબંધ દલીલોને ધ્‍યાને લઇ ન્‍યાયમુર્તી વી.વી.શુકલાએ મહિલા આરોપીસહિત તમામ આરોપીની જામીન અરજી ફગાવી દીધેલ હતી.

આ કામમાં મુળ ફરીયાદી પી.જી.વી.સી.એલ. વતી રાજકોટના ધારાશાષાી જીતેન્‍દ્ર એમ. મગદાણી તથા જય જે. મગદાણી રોકાયેલ તેમજ સરકાર પક્ષે સરકારી વકીલ દિનેશ વી.પંચાલ રોકાયેલ હતા.

(11:34 am IST)