Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

શ્રી પંચનાથ હોસ્‍પિટલમાં આયુષ્‍માન કાર્ડ સેવાનો પ્રારંભ

સરકાર દ્વારા જનરલ સર્જરી, ઓર્થોપેડીક, જનરલ મેડીસીન, ઈ.એન.ટી., બાળરોગ તથા યુરોલોજી સર્જરી માટે મંજૂરી

રાજકોટઃ જયારે મધ્‍યમ અને નાના વર્ગના પ્રજાજનોના પરિવાર પર અચાનક કોઈ મોટી બિમારી આવી પડે ત્‍યારે જંગી ખર્ચનો કમરતોડ બોજ સહન ન કરી શકે તે સ્‍વાભાવિક છે આવા કપરા સમયે જરૂરિયાત ધરાવતા પરિવારોની ચિંતા કરતા પ્રધાનમંત્રી શ્રી નરેંદ્રભાઈ મોદીની સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના હેઠળ આયુષ્‍યમાન કાર્ડ ધારકોને સરકારશ્રીના નિયમાનુસાર સારવાર મળી રહે છે.  રાજકોટના આંગણે શ્રી પંચનાથ હોસ્‍પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના હેઠળ આયુષ્‍યમાન કાર્ડ ધારકોને સરકારી ગાઇડ લાઇન મુજબ સારવાર આપવા માટે મંજૂરી આપવામાં આવી છે.

આ મંજૂરી મળતાં પહેલા સરકારના આરોગ્‍ય વિભાગ દ્વારા હોસ્‍પિટલમાં સદ્યન રીતે ઇન્‍સ્‍પેકશન કરવામાં આવેલ હતું તેમાં સ્‍વરછતા ઇમરજન્‍સી સારવાર વિભાગની કામગીરી ફરજ બજાવતા તબીબોની સંખ્‍યા કર્મચારીઓનુ વર્તન ઓપરેશન થિયેટર સર્જરી માટેના જરૂરી ઉપકરણો સંચાર વ્‍યવસ્‍થા તબીબો અને  નર્સિંગ સ્‍ટાફ વચ્‍ચે સંકલન હોસ્‍પિટલના સંચાલકોની નિર્ણર્ય શકિત દવાના સ્‍ટોરમા જરૂરી દવાઓનો સ્‍ટોક દાખલ કરવામાં આવેલ દર્દીઓને આપવામાં આવતી સુવિધા તેમને પીરસવામાં આવતું ભોજન ઓકિસજનની સુવિધા જેવા તમામ પ્રકારના પાસાઓનું ગહનતાથી ચેકીંગ કરવામાં આવેલ હતું

હોસ્‍પિટલના પાંચ વિભાગોની સારવાર કરવાની મંજૂરી મળેલ છે ઓર્થોપેડીક વિભાગના ગોળા બદલવા, પ્‍લેટ તથા સળીયા મૂકવા, જનરલ રોગો જેવા કે ડેન્‍ગ્‍યુ, પેરાલિસિસ, કમળો, મેલેરિયા, શ્વાસ લેવામાં તકલીફ, ન્‍યૂમોનિયા, જનરલ સર્જરી વિભાગ એપેનડીક્ષ, સારણગાંઠ, રસોળી, સ્‍તનની બાયોપ્‍સી, ફીશર, હરસ, મસા, ભગંદર, યુરોલોજી વિભાગ યુરીન, પથરી તથા પ્રોસ્‍ટેટની સમસ્‍યાઓ, બાળરોગ વિભાગ જેમાં બાળકનો વિકાસ ન થવો, કુપોષણ તથા બાળકને થતાં રોગોની સારવાર આયુષ્‍માન કાર્ડ ધરાવતા કાર્ડદ્યારકો મેળવી શકશે. સાથોસાથ લેબોરેટરી તથા રેડિયોલોજી વિભાગોનુ તેમજ આ સમયે હોસ્‍પિટલમાં દાખલ થયેલા દર્દીઓને મળતી સારવાર અંગે પૃચ્‍છા કરી હતી.

વહીવટી સુગમતા માટે આ સારવાર અંગેની તમામ કાર્યવાહી હોસ્‍પિટલના ત્રીજા માળે રાખેલ છે પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના હેઠળ આયુષ્‍યમાન કાર્ડ ધારકોને આ યોજના મુજબ સારવાર મેળવવા માટે સૌ પ્રથમ ઓ.પી.ડી. કેસ કઢાવવાનો રહેશે.  શક્‍ય હોય તો તમારા દર્દની ભૂતકાળમાં જો કોઈપણ પ્રકારની સારવાર કરાવેલ હોય કે પરિક્ષણો કરાવેલ હોય તો તેની ફાઈલ સાથે રાખવી હિતાવહ છે તબીબના અભિપ્રાય બાદ આયુષ્‍માન વિભાગમાં  બેન્‍ક પાસબુક, આયુષ્‍માન કાર્ડ તથા આધાર કાર્ડની અસલ નકલની સાથે બે ઝેરોક્ષ નકલ રજુ કરવાની રહેશે. ત્‍યારબાદ તમારા સારવાર અંગે ઓનલાઇન સરકાર પાસે મંજૂરી માંગવામાં આવશે. જે મળ્‍યા બાદ જ તબીબે આપેલા ઓપરેશનના બાર કલાક પહેલા હોસ્‍પિટલમા સારવાર અર્થે દાખલ કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર અને કચ્‍છની જનતાને પ્રદ્યાનમંત્રી જન આરોગ્‍ય યોજનાનો પ્રારંભ કરીને રાહતનુ કિરણ ફેલાવનાર શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્‍ટના પ્રમુખશ્રી દેવાંગભાઈ માંકડ, માનદમંત્રીશ્રી મયૂરભાઇ શાહ, કોષાધ્‍યક્ષશ્રી ડી વી મહેતા, ટ્રસ્‍ટીશ્રીઓ ડો.રવીરાજ ગુજરાતી, અનીલભાઈ દેસાઈ, વસંતભાઈ જસાણી, મહેન્‍દ્રસિંહ ગોહેલ, નીરજભાઈ પાઠક, જૈમિનભાઈ જોષી, સંદીપભાઈ ડોડીયા, નિતીનભાઇ મણીયાર, નારણભાઈ લાલકીયા, જે ઉદેશથી હોસ્‍પિટલની સ્‍થાપના કરેલ છે તે સાર્થક કરવા માટે સતત પ્રયત્‍નશીલ રહ્યાનું યાદીમાં જણાવાયું છે.

 આ અંગે વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે પંકજ ચગ (૯૮૭૯૫૭૦૮૭૮) અથવા તો શ્રીમતિ ધૃતિબેન ધડુકનો  હોસ્‍પિટલ પર ત્રીજા માળે અન્‍યથા ફોનનં.૦૨૮૧-૨૨૨૩૨૪૯/૨૨૩૧૨૧૫ ઉપર સંપર્ક કરવા હોસ્‍પિટલ તંત્રની યાદીમાં જણાવેલ છે

(3:50 pm IST)