Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

રાજકોટવાસીઓએ માણ્‍યો મસ્‍તમજાનો દેશભકિતના ગીતોનો કાર્યક્રમ

કોલ્‍હાપુરના ૨૫ કલાકારોએ હિન્‍દી ફિલ્‍મના દેશભકિતના ગીતો રજૂ કરી વાહવાહી મેળવી :આજે પણ ભારત માતાના સપૂતો એક થઈને દેશ વિરોધી પરીબળોને લલકારે છેઃ વિજયભાઈ રૂપાણી

રાજકોટઃ આઝાદી અમૃત મોહત્‍સવ અંતર્ગત જૈન વિઝન સંસ્‍થા દ્વારા યોજાઇ રહેલા વિવિધ કાર્યક્રમો અંતર્ગત જાગો હિન્‍દુસ્‍તાની નામનો દેશભક્‍તિના ગીતોનો અદભુત કાર્યક્રમ યોજાયો હતો.

આજે દેશમાં એકતા અને ભાઈચારાનો અને અનેક  બલિદાનો પછી મળેલ આઝાદી આજની યુવા પેઢી જાણે સંદેશો ઘરે ઘરે પહોંચાડવાની જરૂરિયાત છે ત્‍યારે કોલ્‍હાપુરના ૨૫ જેટલા સંગીતકારોએ સાથે મળીને તૈયાર કરેલા હિન્‍દી ફિલ્‍મના જાણીતા ગીતો આધારિત જાગો હિન્‍દુસ્‍તાની કાર્યક્રમને માણીને રાજકોટવાસીઓ અભિભૂત થઇ ગયા હતા.

સ્‍વર નિનાદ દ્વારા રજૂ થયેલા જાગો હિન્‍દુસ્‍તાની કાર્યક્રમનું ઉદ્‌ઘાટન પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યું હતું.આ કાર્યક્રમના મુખ્‍ય મહેમાન તરીકે ભાજપ અગ્રણી ધનસુખભાઈ ભંડેરી,નીતિનભાઈ ભારદ્વાજ, મનીષભાઈ ચાંગેલા જયોતીન્‍દ્રભાઈ મહેતા, ચંદ્રકાન્‍તભાઈ શેઠ અનિમેષભાઈ રૂપાણી ,જયેશભાઈ શાહ, સુનિલભાઈ શાહ, ભાજપ  સાંસ્‍કૃતિ ના બિહારીભાઇ ગઢવી જનકભાઈ ઠક્કર, જૈન અગ્રણી દીપકભાઈ પટેલ, મયુરભાઈ શાહ સહિતના આગેવાનો  ઉપસ્‍થિત રહ્યા હતા.

આ પ્રસંગે વિજયભાઈ રૂપાણીએ સૌપ્રથમ દેશભકિતનો આટલો સુંદર કાર્યક્રમ યોજવા બદલ જૈન વિઝન સંસ્‍થાને અભિનંદન આપ્‍યા હતા. દેશને આઝાદી અપાવવા માટે જે લોકોએ બલિદાન આપ્‍યા હતા તેમને યાદ કરીને વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે આજે પણ ભારતમાતાના સપૂતો એક થઈને દેશ વિરોધી પરિબળોને લલકારે છે.તેમણે ભાષાવાદ, જાતિવાદ, જ્ઞાતિવાદ, પ્રાંતવાદ વગેરેને જાકારો આપીને માત્ર રાષ્ટ્રવાદ અપનાવવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં વિજયભાઈ રૂપાણીના હસ્‍તે પ્રભુ મહાવીરસ્‍વામી જન્‍મકલ્‍યાણક મહોત્‍સવમાં સંસ્‍થાને આર્થિક સહયોગ આપનાર દાતાઓ નું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. તેમનું  સન્‍માન થયું હતું જેમાં જીતુભાઇ બેનાણી ,ચંદ્રકાન્‍તભાઈ શેઠ, ગીરીશભાઈ ખારા પરિવાર જયેશભાઈ શાહ, સુનિલ ભાઈ શાહ ,અજીતભાઈ જૈન,પદમાંવતી જૈન હેમલભાઈ મહેતા, કમલેશભાઈ લાઠીયા ઉપરાંત પ્રભુ મહાવીર સ્‍વામી જન્‍મ કલ્‍યાણક માં શ્રેષ્ઠ નાટ્‍ય રચના રજુ કરનાર દેવાંશી અને તેમની ટીમનું પણ સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

દેશભક્‍તિના કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત દ્વારા કરવામાં આવેલ હતી સ્‍વાગત પ્રવચન મિલન કોઠારી કરેલ આભારવિધિ ભરત દોશી કરેલ હતી. કાર્યક્રમનું સંચાલન સંજય મહેતા એ કરેલ

આ કાર્યક્રમ માટે જૈન યુવાના  યોગેશભાઈ શાહ, જતીનભાઈ જસાણી, સૌરાષ્ટ્ર સિક્‍યુરીટી એન્‍ડ સર્વેલન્‍સ એસોસિએશન જતીન સંઘાણી, જૈન સોશિયલ ગ્રુપ સેન્‍ટ્રલના સજયભાઈ લાઠીયા એલીડના પરાગ મહેતા  મેઈનના ચેતનભાઈ કામદાર,  જૈન સોશિયલ ગ્રુપ વેસ્‍ટના ચેતનભાઈ કામદાર રોયલ ગ્રુપના અનીશભાઈ વાધર જીજ્ઞેશ મેહતા ઉત્‍સવ ગ્રુપના દિનેશભાઇ વિરાણી આર ડી ગ્રુપના પરેશભાઈ પોપટ,મધુરમ ક્‍લબના હર્ષદભાઈ રૂપારેલિયા તેમજ જયોતીન્‍દ્રભાઈ મહેતા ચંદ્રકાન્‍તભાઈ શેઠ, અબતક મીડિયા સતિષભાઇ મહેતા, દામિનીબેન કામદાર નીતિનભાઈ કામદાર જીતુભાઈ ચાવાળા, અનિમેષભાઈ રૂપાણી, દિપકભાઈ પટેલ મિતુલભાઈ વસા, (વિસામાણ સેલ્‍સ) જીતુભાઈ બેનાણી, જયેશભાઈ શાહ, ચિરાગભાઈ મહેતા(એટલેન્‍ટિસ) હરેશભાઈ વોરા મેહુલભાઈ રૂપાણી, રાજનભાઈ મહેતા, અજીતભાઈ જૈન, સુનિલ ભાઈ શાહ , અનીલભાઈ દેસાઈ, પ્રવીણભાઈ કોઠારી, વિભાસભાઈ શેઠ, જેનીશભાઈ અજમેરા અને હેમલભાઈ મહેતા સહિતે સહયોગ મળ્‍યો હતો.

આ કાર્યક્રમની સફળતા માટે જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી અને તેમની ટીમના ભરત દોશી જય ખારા ધીરેન ભરવાડા બ્રિજેશ મહેતા અજીત જૈન ગીરીશ મહેતા નીલ મહેતા સુનિલ કોઠારી હિતેષ મહેતા,વિપુલ મહેતા સંજય મહેતા સચિન વોરા હિતેષ મણિયાર, મનીષ મહેતા, તુષાર પતિરા,હિતેષ દેસાઈ,પારસ વખારીયા,અમરીશ દફતરી,કલ્‍પેશ વખારીયા,ધવલ વોરા,પંકજ મહેતા, કમલેશ ખીલોશિયા પ્રતીક શાહ,હિરેન સંદ્યવી,દિપક વસા,પ્રશાંત ચોક્‍સી અને જૈન વિઝન મહિલા વીંગ ના અમિષાબેન દેસાઈ, જલ્‍પાબેન પતિરા  બીનાબેન શાહ સહિતના આગેવાનો જહેમત ઉઠાવી હતી.

(4:03 pm IST)