Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

ભકિતનગર પોલીસ સ્ટેશન દ્વારા કોરોના મહામારી અનુસંધાને લોકોમાં માસ્ક પહેરવા અંગે જાગૃતતા આવે અને લોકો ફરજીયાત માસ્ક પહેરે તે હેતુથી માસ્ક વિતરણ કરવામાં આવ્યું

રાજકોટ: શહેર પોલીસ કમીશનરશ્રી મનોજ અગ્રવાલ તથા જેસીપીશ્રી ખુરશીદ એહમદ તથા ડી.સી.પી. ઝોન-૧  પ્રવિણકુમાર મિણા તથા એ.સી.પી. એચ.એલ.રાઠોડ પૂર્વ વિભાગની સુચના અન્વયે હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાઇરસ (COVID-19)ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વીક મહામારી જાહેર કરેલ હોય જે સબંધે તકેદારીના ભાગરૂપે નોવેલ કોરોના વાઇરસ (COVID-19) ના વધતા સંક્રમણને અટકાવવા ગુજરાત સરકાર દ્વારા તકેદારીના ભાગરૂપે તેમજ રાજકોટ શહેરમાં હાલમાં કોરોના મહામારી અનુસંધાને વધતા કોરોના સંક્રમણને અટકાવવા સારૂ તમામ માણસોએ માસ્ક પહેરવુ ફરજીયાત હોય જે અનુસંધાને રાજકોટ શહેર પોલીસ કમીશ્નર સાહેબ દ્વારા લોકોને સોશ્યલ મીડીયાના માધ્યમથી તેમજ ઇલેકટ્રોનીક તથા પ્રીન્ટ મીડીયાના માધ્યમથી લોકો માસ્ક ફરજીયાત પહેરે તેમજ જરૂરી સોશ્યલ ડીસ્ટન્સ જાળવે તે અનુસંધાને સલાહ સુચનો આપતા હોય અને આજરોજ તેઓના માર્ગદર્શન હેઠળ ભકિતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જંગલેશ્વર વિસ્તારમાં આવેલ બજાર તેમજ માર્કેટ માં અમો પોલીસ ઇન્સપેકટર જે.ડી.ઝાલાની સુચના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પો.સબ.ઇન્સ. આર.જે.કામળીયા તથા સર્વેલન્સ સ્ટાફ તથા હુડકો પોલીસ ચોકીના સ્ટાફ દ્વારા લોકોમાં માસ્ક વિતરણ કરી અને લોકો વધતા કોરોના સંક્રમણના કારણે તેમજ કોરોના અંગે જાગૃતી આવે તેમજ જરૂરી સોશ્યલ ડીસ્ટન્સ જાળવે અને કોરોના મહામારી અનુસંધાને જાગૃતતા આવે તે હેતુથી માસ્ક વિતરણ કરી માનવતા વાદી અભીગમ અપનાવેલ છે. ચસ્થ વિતરણ કરવામાં આવ્યું હતું.

(7:44 pm IST)