Gujarati News

Gujarati News

News of Sunday, 17th January 2021

સિવિલ હોસ્પિટલમાંથી અજાણ્યા યુવાનની લાશ મળીઃ જમણા હાથે અંગ્રેજીમાં ‘કે’ અને ‘મા’ ત્રોફાવેલા છે

મૃતકના સગા પરિચીત હોય તો પ્ર.નગર પોલીસનો સંપર્ક કરવો

રાજકોટઃ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં એમ્બ્યુલન્સના પાર્કિંગ પાસેથી અજાણ્યો આશરે ૪૦ વર્ષનો પુરૂષ બિમારી સબબ બેભાન પડ્યો હોઇ તેને સારવાર માટે વોર્ડ નં. ૧૦માં દાખલ કરાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ મારફત જાણ થતાં પ્ર.નગરના એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને રાઇટર માયાબેન સાટોડીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકે કાળુ શર્ટ, કાળુ જાકીટ અને કાળુ નાઇટ પેન્ટ પહેર્યુ છે. જમણા હાથમાં અંગ્રેજીમાં ‘કે’ તથા ‘મા’ ત્રોફાવેલુ છે. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ પરિચીત હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. પીએસઆઇ કે. સી. રાણા અને ગૌતમભાઇ વધુ તપાસ કરે છે.

(11:55 am IST)