Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

સામાકાંઠે-ન્યુ રાજકોટ વિસ્તારમાં ૪ મિલ્કત સીલઃ બે નળ કનેકશન કટ્ટ

રાજકોટ : મ્યુનિ.કોર્પોરેશનની વેરા શાખા દ્વારા કડક વેરા વસુલાત ઝુંબેશ શરૂ કરાઇ છેઃ જે અંતર્ગત સામાકાંઠા વિસ્તારમાં બાકી વેરો વસુલવા બે મિલ્કત સીલ, એક મિલ્કતનું નળ કનેકશન કપાત તથા બે મિલ્કતો જપ્તીની નોટીસ તથા ન્યુ રાજકોટના રાધાનગર, તિરૂપતિનગરમાં બે મિલ્કત સીલ તથા એક નળ કનેકશન કાપવામાં આવ્યુ છેઃ આજે સેન્ટ્રલ ઝોનની વેરા શાખા દ્વારા પ.૬૦ લાખ, ઇસ્ટ ઝોન ર.૯૬ લાખ તથા વેસ્ટમાં ૩.૬૦ લાખની વસુલાત કરવામાં આવી હતી.

(4:25 pm IST)