Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

બ્રાહ્મણીયાપરાના ભાવનાબેન ચોૈહાણને મકાનના ડખ્ખામાં દિયરે સ્ટમ્પથી ફટકાર્યા

પતિ માતા ભેગો રહેવા જતો રહેતાં ટયુશન કરાવી ગુજરાન ચલાવે છે

રાજકોટ તા. ૧૬: સંત કબીર રોડ પર બ્રાહ્મણીયાપરા-૪માં રહેતાં ભાવનાબેન સંજયભાઇ ચોૈહાણ (ઉ.૩૮) નામના રજપૂત મહિલાને તેના દિયર નરેન્દ્ર પ્રવિણભાઇ ચોૈહાણે સ્ટમ્પથી માર મારતાં માથા-હાથ-પગમાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે.

ભાવનાબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પુત્ર બારમુ અને પુત્રી દસમુ ભણે છે. તેના કહેવા મુજબ લગ્ન બાદ પોતે અને પતિ અલગ જ રહેતાં હતાં. પણ એકાદ વર્ષથી પતિ માતા-નાના ભાઇ સાથે રહેવા જતાં રહ્યાં છે અને પોતે સસરાના મકાનમાં રહે છે. ઘરનું ગુજરાન ચલાવતાં ટ્યુશન કરાવે છે. પણ હવે પોતે રહે છે એ મકાન ખાલી કરાવવું હોઇ પતિ, સાસુ, દિયર બધા હેરાન કરે છે. ટ્યુશનમાં આવતાં છોકરાઓને પણ સાસુ તગેડી મુકે છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં બી-ડિવીઝનના હેડકોન્સ. ખોડુભા જાડેજાએ ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

(4:17 pm IST)