Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

સહકારી મંડળી સામેના દાવામાં વાદી બહેનોની તરફેણમાં લવાદ કોર્ટનો સ્ટે

રાજકોટ તા. ૧૭ : દાવો દાખલ થયાની સાથેજ મંડળીને સાંભળ્યા વગર વાદીની તરફેણમાં વચગાળાનો મનાઇ હુકમ લવાદ કોર્ટે ફરમાવેલ હતો.

સુરેન્દ્રનગર મુકામે રહેતી મહીલા કુસુમબેન ત્રીકમભાઇ વાઘેલા અને તેના બહેન પ્રભાબેન ચમનભાઇ વાળોદરાના પિતા ત્રિકમભાઇ ગોવાભાઇ વાઘેલા જે રેલ્વેમાં નોકરી કરતા હતા અનેસુરેન્દ્રનગર ખાતે ઠકકરબાપા હરીજન ધરબાંધનારી સહકારી મંડળીમાં સભ્ય પદના નાતે મકાન ધરાવતા હતા આ ત્રીકમભાઇનું અવસાન થતા આ મંડળીનું સભ્ય પદ તેના પત્નીને મળેલ પણ તેમના પત્નીના અવસાન બાદ મંડળીના પ્રમુખ મંત્રી સાથે મીલીભગત કરી આ બંને બહેનોના ભાઇ અને ગુજરનાર ત્રીકમભાઇના પુત્ર જનકભાઇએ મંડળીનું સભ્યપદ પોતાના નામે કરાવી અને મકાનમાં ફેરબદલી કરવાની શરૂ કરેલ જેથી લવાદ કોર્ટેમાં દાવો કરેલ.

એડવોકેટ અંતાણીની તમામ દલીલોથી સહમત થઇ રાજકોટ લવાદ કોર્ટે દાવો દાખલ થયાની સાથે જ પ્રતીવાદી મંડળીને સાંભળ્યા વગર અરજદાર મહીલાઓની વચગાળાની મનાઇ હુકમની અરજી મંજુર કરતો હુકમ કરેલ છે. અને પ્રતીવાદીઓને મનાઇ હુકમના અદાલતના હુકમ સાથે સંમન્સ કરેલ છે. અને દાવાની નવી મુદત મુકરર કરેલ છે આમ આ મકાન પર દાવો દાખલ થયાની સાથે જ સ્ટે આપવામાં આવતા બંને અરજદાર મહીલાઓએ રાહતનો દમ લીધેલ છે.

આ કેસમાં અરજદારો બહેનો કુસુમ અને પ્રભા એ એ.ડી.આર.સેન્ટર રાજકોટમા કાનુની સહાયની અરજી કરતા આ દાવો ચલાવવા માટે સરકાર તરફથી વાદી બહેનોના વકીલ તરીકે સંદીપ કે. અંતાણીની નીમણુંક કરેલ છે.

(4:17 pm IST)