Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

કાલાવડ રોડ, શકિતનગર કોલોની-૩ વિસ્તારમાં રોજેરોજ અનિયમિત પાણી આવવાની ફરિયાદઃ ગૃહીણીઓમાં ભારે રોષ

વાલ્વમેન છેલ્લા એક મહિનાથી નિર્ધારીત સમય જાળવતા ન હોવાને કારણે

રાજકોટ તા.૧૭ : અત્રેના કાલાવાડ રોડ ઉપર આવેલ શકિતનગર શેરી નં.૩ સહિતના વિસ્તારોમાં વાલ્વમેન નિર્ધારીત સમય જાળવતા ન હોવાને કારણે પાણી અનિયમિત સમયે આવવાની રહીશોમાં ફરિયાદ ઉઠી છે.

આ વિસ્તારમાં રહેતા લોકોએ ફરિયાદમાં જણાવ્યુ છે કે શકિતનગર મેઇન રોડ સહિત  શેરી નં.૩માં પાણીનો નિર્ધારીત સમય પ-૪૦નો છે પરંતુ વાલ્વમેન પોતાની મરજી મુજબ અને પોતાની ઇચ્છા મુજબ વાલ્વ ચાલુ બંધ કરતા હોવાને કારણે આ વિસ્તારમાં રોજેરોજ પાણી વહેલા મોડુ મળવાની નોબત આવે છે. જેને કારણે ગૃહીણીઓની મુશ્કેલીમાં વધારો થવા પામ્યો છે. લોકોએ કરેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે છેલ્લા એક મહિનાથી આ વિસ્તારમાં અનિયમિત સમયે પાણી મળી રહ્યુ છે હવે આ બાબતે યોગ્ય કરવાની ખાસ જરૂર ઉભી થઇ છે. જો આ બાબતે યોગ્ય કરવામાં નહી આવે તો કમિશ્નર સહિત ઉચ્ચ સત્તાવાળઓને સામુહિક ધોરણે ફરિયાદ કરવા જવાનુ પણ રહીશોએ નક્કી કરેલ છે. આ વિસ્તારના કોર્પોરેટરોએ પણ આ બાબત ધ્યાને લઇ યોગ્ય કરવુ જોઇએ તેવી પણ માંગણી કરવામાં આવી છે. રહીશોનું કહેવુ છે કે જો વાલ્વમેન મરજી મુજબ વર્તન કરતા હોય તો તેની સામે પણ કાર્યવાહી થવી જોઇએ.

(4:00 pm IST)