Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ટાગોર રોડની કાયાપલટ થશેઃ મેયર

આ રોડને ડીવઇડર,સેન્ટર લાઇટીંગ, ફુટપાથ સહિતની સુવિધાઃ ટ્રાફિક હળવો થશેઃ ટૂંક સમયમાં લોકાર્પણઃ ડો.જૈમન ઉપાધ્યાયની જાહેરાત

રાજકોટ,તા.૧૭: શહેરનાં ટાગોર માર્ગે ઉપર  ડીવાઈડર, સેન્ટર લાઈટીંગ,ફૂટપાથ જેવી સુવિધા થી સુસજ્જ બનાવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાયએ જણાવ્યુ હતુ.

આ અંગે ડો.જૈમન ઉપાધ્યાયએ જણાવ્યુ હતુ કે, શહેરનાં મુખ્ય ધમધમતા ટાગોર માર્ગ (હેમુ ગઢવી હોલ થી વિરાણી સ્કુલ સુધી)પહોળો થતા ટ્રાફિક સમસ્યા હળવી થશે.  એ.વી.પી.ટી.આઈ કેમ્પસની જૂની કમ્પાઉન્ડ વોલ દુર કરી નવી કમ્પાઉન્ડ વોલ તથા ફૂટપાથ બનાવી રસ્તો પહોળો કરવામાં આવશે. જેમાં હયાત ટાગોરમાર્ગ ૧૭ થી ૧૮ મીટરનો છે. તેને પહોળો કરતા આ રસ્તો હવે એવરેજ ૨૦ મીટર(૬૫.૬ ફૂટ)નો રસ્તો બનશે. આ સ્થળે લાઈન દોરીમાં આવતું હયાત બાંધકામ દુર કરીને કુલ ૫૭૦.૦૩ ચો.મી. જમીન ખુલ્લી કરીને તેને રસ્તામાં ભેળવવામાં આવશે. રૂ.૨૧.૮૧ લાખમાં જૂની કમ્પાઉન્ડ વોલ દુર કરી નવી કમ્પાઉન્ડ વોલ તથા ૧.૨૦ મીટર પહોળાઈની ફૂટપાથ બનવાનું મંજુર કરેલ છે.હાલમાં કમ્પાઉન્ડ વોલની કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે.

વધુમાં શ્રી ઉપાધ્યાયએ જણાવ્યુ હુત કે, રોડની વચ્ચે આકર્ષક ફલાવર બેડ ટાઇપ રોડ ડીવાઈડર બનાવવાનું આયોજન છે. જેમાં વચ્ચે જાહેરાત મૂકી આવક ઉભી કરવામાં આવશે. આ ડીવાઈડરમાં સેન્ટ્રલ લાઈટીંગ કરવામાં આવશે.આ રોડ પર ચોમાસામાં વરસાદી પાણી ભરવાની સમસ્યા હતી. જે પાઇપ ગટર બનાવી દુર કરાયેલ છે. નાના ડીવાઈડર હોવાના કારણે અવારનવાર અકસ્માત સર્જાતા હતા,

જે  હવે રસ્તો પહોળો થતા આ સમસ્યાનો ઉકેલ આવશે તેમ અંતમાં જણાવ્યુ છે.

(3:34 pm IST)