Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

થોરાળા વિજયનગરના અશ્વિનને મોચી બજાર કોર્ટ પાસે સાસુ-સસરાની ધમકી

મારી દિકરી આપો પછી જ છુટાછેડાના કાગળોમાં સહી કરીશ તેમ કહેતાં ડખ્ખો : રમેશભાઇ સોલંકી અને લક્ષ્મીબેન સોલંકી સામે ફરિયાદઃ ચાર વર્ષ પહેલા આ બંનેની દિકરી દિપીકા સાથે લવમેરેજ કર્યા છે

રાજકોટ તા. ૧૭: ભાવનગર રોડ પર નવા થોરાળા ન્યુ વિજયનગર-૫માં રહતાં અશ્વિન ડાયાભાઇ પરમાર (ઉ.૨૫) નામના દલિત યુવાનને મોચી બજાર કોર્ટ પાસે હતો ત્યારે નવા થોરાળા આંબેડકરનગરમાં રહેતાં તેના સસરા રમેશભાઇ સોલંકી અને સાસુ લક્ષ્મીબેન રમેશભાઇ સોલંકી છુટાછેડાના કાગળોમાં સહી કરી દેવાનું કહી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

એ-ડિવીઝનના પી.એસ.આઇ. બી. બી. કોડીયાતરે અશ્વિન પરમારની ફરિયાદ પરથી રમેશભાઇ અને લક્ષ્મીબેન સોલંકી સામે આઇપીસી ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. અશ્વિનના કહેવા મુજબ હું પ્લમ્બીંગ કામ કરુ છું અને માતા નંદુબેન સાથે રહુ છું. પિતા હયાત નથી. અમે ત્રણ ભાઇ બહેન છીએ જેમાં પ્રકાશ મોટો અને હું નાનો છું. મેં ચાર વર્ષ પહેલા રમેશભાઇ સોલંકીની દિકરી દિપીકા સાથે કોર્ટમાં પ્રેમલગ્ન કર્યા છે અને મારે ૧૧ માસની દિકરી રિધ્ધી છે. લગ્નના છએક મહિના પછી મારે અને દિપીકાને અલગ રહેવા જવા બાબતે બોલાચાલી શરૂ થઇ હતી. તેણી તેણે મારા વિરૂધ્ધ બે-ત્રણ વખત મહિલા પોલીસમાં અરજી કરી હતી. ૧૨/૧/૧૮ના મહિલા પોલીસે મને બોલાવ્યો હતો. દિપીકાને છુટાછેડા લેવા હોઇ જેથી કોર્ટ કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

૧૫/૧ના બપોરેઅ ઢી ાવગ્યે હું ઘરે હતો ત્યારે મારા સાસુ લક્ષ્મીબેનનો ફોન આવેલ અને કહેલ કે હું અને દિપીકા મોચી બજાર કોર્ટમાં છુટાછેડા માટે આવ્યા છીએ, તમે પણ આવો. જેથી હું ત્યાં ત્રણેક વાગ્યે પહોંચતા સાસુ, સસરા અને દિપીકા ત્રણેય હાજર હતાં. મને છુટાછેડાના કાગળોમાં સહી કરી દેવાનું કહેવાતાં મેં પહેલા મારી ૧૧ મહિનાની દિકરી મને આપી દો પછી જ સહી કરીશ તેમ કહેતાં સાસુ-સસરાએ સહી નહિ કર તો મારી નાંખશું તેમ કહી ધમકી આપતાં હું કાગળની એક નકલ લઇ ઘરે જતો રહ્યો હતો અને બાદમાં ફરિયાદ કરી હતી. (૧૪.૫)

(12:40 pm IST)