Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

નિવૃત અધ્યાપકોની ન્યાયિક લડતનો વિજય : હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ અરજી થતા ફટાફટ હુકમો

 રાજકોટઃ સીલેકશન ગ્રેડ માં ત્રણ વર્ષની સેવા આપી ૧/૧/૨૦૦૬ પહેલા નિવૃત થયેલા અધ્યાપકોનું પેન્સન સુધારવા નામદાર હાઇકોર્ટે ૨૦/૬/૧૭ના હુકમ કર્યો હતો. આ હુકમની અમલવારી રોકવા રાજય સરકારે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી જે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી અને નામદાર  હાઇકોર્ટના હુકમનો અમલ કરવા જણાવ્યું. તેમ છતાંય રાજય સરકાર હાઇકોર્ટના ચુકાદાનો અમલ કરતી ન હતી. આથી અધ્યાપક પેન્સનર્સ સમાજે રાજય સરકાર સામે હાઇકોર્ટમાં, કોર્ટના અનાદરની અરજી કરી. એ પછી રાજય સરકારે ચીફ જસ્ટીસની કોર્ટમાં હુકમનો અમલ કરવાની ખાત્રી આપી અને તે મુજબના પરિપત્રો ગુજરાતની તમામ કોલેજોને મોકલાવી દેવામાં આવ્યા છે. આ રીતે રાજકોટના અધ્યાપકોની લડતનો સુખદ અંત આવ્યો છે. પેન્સન સુધારણાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ૧/૧/૨૦૦૬ પહેલા નિવૃત થયેલા અધ્યાપકોએ પોત પોતાની કોલેજનો સંપર્ક કરવા કન્વીર્ન શ્રી પી.સી. બારોટ, શ્રી વી.યુ. રાયચુરા તથા શ્રી આર. એ. મહેતાએ જણાવ્યું છે.

(11:45 am IST)