Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

કપાસ-મગફળીના પોષણક્ષમ ભાવ મુદ્દે કોંગ્રેસ મેદાને :6ઠ્ઠીએ ઉપલેટામાં ખેડૂત સંમેલન-રેલી

સૌરાષ્ટ્ર કૉંગ્રેસના તમામ ધારાસભ્યો-ખેડૂત સંગઠનો ઉપસ્થિત રહેશે;હાર્દિક પટેલ,જીગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર પણ હાજર રહે તેવી શકયતા :1લી ફેબ્રુઆરીથી સૌરાષ્ટ્રભરમાં ધરણા આવેદનના કાર્યક્રમ

રાજકોટ ;સૌરાષ્ટ્રના ખડૂતોને કપાસ અને મગફળીના પોષણક્ષમ ભાવ મુદ્દે કોંગ્રેસ દ્દ્વારા રાજ્ય સરકાર સમક્ષ માંગ ઉઠાવવાની સાથે આગામી પહેલી ફેબ્રુઆરીથી સૌરષ્ટ્રભરમાં તાલિકા ને જિલ્લા મથકોએ આવેદનપત્ર પાઠવવા સહિતના કાર્યકમો ઘડાયા છે જયારે આગામી છઠ્ઠી ફેબ્રુઆરીએ ઉપલેટામાં ખેડૂત સંમેલન અને રેલીની આયોજન થયેલ છે જેમાં સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યો અને સંભવત હાર્દિક પટેલ જીગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર પણ ઉપસ્થિત રહેશે

  મગફળીના પૂરતા ભાવ ન મળવા સહિત ખેડૂતોના અનેક પ્રશ્નોને લઈ સૌરાષ્ટ્ર કૉંગ્રેસ હવે મેદાને આવ્યું છે.પાસના આગેવાન અને ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા સહિત સૌરાષ્ટ્ર કૉંગ્રેસના આઠ ધારાસભ્યો એકઠા થયા હતા અને સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ખેડૂતોના કપાસ, મગફળી સહિતના ઉત્પાદનોને ટેકાના ભાવે ખરીદવાની માંગ ધારાસભ્યોએ સરકાર સમક્ષ મૂકી હતી.

   આ ઉપરાંત આ અંગે આગામી 1 થી 5 ફેબ્રુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર ભરના તમામ તાલુકા મથકે અને ડેપ્યુટી કલેકટર કચેરી બહાર ધરણા તેમજ આવેદનપત્ર પાઠવાની જાહેરાત કરાઈ હતી. ત્યારબાદ તારીખ 6 ફેબ્રુઆરીના રોજ રાજકોટ જીલ્લાના ઉપલેટા ખાતે ખેડૂત સંમેલન સહિત ખેડૂત રેલીનું આયોજન કરાશે તેમ જણાવાયું હતું.

   આ ખેડૂતરેલીમાં સૌરાષ્ટ્ર કૉંગ્રેસના તમામ ધારાસભ્યો,ખેડૂત સંગઠનો ઉપસ્થિત રહેશે. તેમજ ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો 10 ફેબ્રુઆરીના રોજ રસ્તા રોકી જલદ આંદોલન કરવાની ચીમકી પણ આ તકે ઉચ્ચારવામાં આવી હતી. ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે, ઉપલેટા ખાતે યોજાનાર ખેડૂત સંમેલનમાં હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી, અલ્પેશ ઠાકોર કે અન્ય કોઈપણ કે જે ખેડૂતોના પ્રશ્નો માટેની લડતમાં સામેલ થવા ઇચ્છતા હોય તે તમામને આવકારવામાં આવશે.

 

(11:02 pm IST)