Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

અંજલીબેનના ‘‘સાથ’’ અને ‘‘સહકાર’’થી વિજયભાઇની પતંગ ‘‘ટનાટન’’ ચગી

વિધાનસભા ૬૯માં પણ ખરા અર્થમાં જીવનસંગીની પુરવાર થઇને પ્રચાર રૂપી ‘‘ફીરકી’’ સફળતાપૂર્વક સંભાળી હતી

સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને ઘરઆંગણેથી સાર્થક કરનાર રૂપાણી દંપતિએ રાજયના ઉત્સવપ્રેમી લોકોનો સાથ ઉતરાયણમાં પણ નિભાવ્યો હતો. આ ઉત્તરાયણ પહેલા અને બાદમાં પણ વિજયભાઇની સફળતારૂપી પતંગ ટનાટન ચગી છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ગુજરાતમાં બાગડોર સંભાળનાર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના મતવિસ્તારમાં પ્રચાર કાર્યની બાગડોર સંભાળનાર ખરા અર્થમાં જીવનસંગીની સાબીત થયેલા અંજલીબેન રૂપાણીએ ઉત્તરાયણના પર્વની ઉજવણીમાં પણ મુખ્યમંત્રી એ જયારે પતંગ ચગાવી  ત્યારે સહાયકની ભૂમિકા ભજવીને અંજલીબેને તેમની ફીરકી પકડી હતી અને ફીરકી પકડાવી પણ હતી. આ સમયની તસ્વીરમાં મુખ્યમંત્રી દંપતિ પતંગ ચગાવવાની મજા માણી રહ્નાં છે. અન્ય તસ્વીરમાં લોકોના ઉત્સવમાં સામેલ થતી વેળાએ આનંદથી ચિચીયારી કરતા લોકોનું અભિવાદન પણ મુખ્યમંત્રીએ ઝીલ્યું હતું તે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(2:08 pm IST)