Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

જંગલેશ્વરમાં મોડી રાત્રે બે રિક્ષા મુકી ચાર શખ્સો ભાગ્યાઃરૂ.૧.૮૦ લાખનો દારૂ જપ્ત

ભકિતનગરના કોન્સ. ભાવેશ મકવાણાની બાતમી પરથી દરોડોઃ કુલ ૩ લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. ૧૬: ભકિતનગર પોલીસે જંગલેશ્વર મેઇન રોડ પર મોડી રાત્રે દરોડો પાડતાં દારૂનો જથ્થો ભરેલી બે રિક્ષાઓ રેઢી મુકી ચાર શખ્સો ભાગી ગયા હતાં. પોલીસે કુલ રૂ. ૩ લાખનો મુદ્દામાલ કબ્જે કરી રિક્ષા નંબરને આધારે તપાસ હાથ ધરી છે.

પી.આઇ. વી. કે. ગઢવી, પી.એસ.આઇ. પી.એમ. ધાખડા, હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયા, નિલેષભાઇ મકવાણા, કોન્સ. રાણાભાઇ કુગશીયા, વાલજીભાઇ જાડા, સલિમભાઇ મકરાણી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હિરેન્દ્રસિંહ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતાં ત્યારે હિરેન્દ્રસિંહ અને ભાવેશભાઇ મકવાણાને બાતમી મળી હતી કે જંગલેશ્વર મેઇન રોડ હસનશાપીરની દરગાહ સામે બગીચા નજીક સર્વિસ સ્ટેશન સામે ખુલ્લા પ્લોટમાં બે રિક્ષામાં દારૂનું કટીંગ થઇ રહ્યું છે. આ માહિતી પરથી ટૂકડીએ દરોડો પાડતાં બે સીએનજી રિક્ષા જીજે૩બીટી-૪૯૯૩ અને જીજે૩એઝેડ-૯૬૫૩ રેઢી મુકી ચારેક શખ્સો ભાગી ગયા હતાં.

જેમાં એક રિક્ષામાંથી ૧૪૪ બોટલ તથા બીજી રિક્ષામાંથી ૧૫૬ બોટલ મળીકુલ રૂ. ૧,૮૦,૦૦૦નો ૩૦૦ બોટલ દારૂ તથા રૂ. ૧,૨૦,૦૦૦ની બે રિક્ષા કબ્જે કરી ભાગી ગયેલા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

(3:44 pm IST)