Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

નવરાત્રીમાં નવા વાહનોનું ધુમ વેîચાણઃ ૧૧ દિ’માં ૧૯૭૬ વેચાયાઃ મ.ન.પાને ૬૭.૪૫ લાખની વેરા આવક

૧૬૪૩ ટુ વ્હીલર, ૧૭૮ કાર, ૧૨ ટ્રક, ૬૬ રિક્ષા અને ૮૫ લાઇટ કેરિયર વ્હીકલ વેચાયા

રાજકોટ,તા.૧૬ :  શહેરમાં નવરાત્રીના પાવન પર્વમાં ૧૯૭૬ ટુ અને ફોર વ્હીલર વાહનનું વેîચાણ થતા મ્યુ.કોર્પોરેશનને વાહન વેરાની રૂ.૬૭.૪૫ લાખની આવક થવા પામી હતી.

આ અંગે વેરા શાખામાં નોîધાયેલ વિગત મુજબ ૪ આકટોમ્બર થી ૧૬ અોકટોમ્બર  સુધીમાં ટુ વ્હીલર૧૬૪૩ વાહન વેîચાતા રૂ.૧૨,૭૭,૪૭૪, થ્રી વ્હીલર ૫૫નાં રૂ. ૧,૨૬,૧૭૪, ફોર વ્હીલર(લાઇટ કેરિયર વ્હીકલ) ૮૫નાં  રૂ. ૧૩,૦૭,૩૨૦ તથા કાર ૧૭૮નાં રૂ. ૩૭,૩૪,૪૪૮ તેમજ ૧૨ ટ્રક વેચતા રૂ.૨૪,૭૦,૨૨  સહિત કુલ ૧૯૭૬ વાહન વહેચાતા રૂ. ૬૭,૪૫,૨૦૧ ની વાહન વેરા આવક થવા પામી હતી.

અત્રે નોધનીય છે કે, પેટ્રોલનાં ભાવ રૂ.૧૦૦ ઉપર થયા હોવા છતા સૌથી વધુ ૧૨૮ પેટ્રોલ કાર અને ૧૬૪૩ ટુ વ્હીલરનું વેîચાણ થયુ છે.(૨૮.૪)

(4:39 pm IST)