Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

રાજકોટ જિલ્લાના ૧૯ ગામોમાં ભૂપત બોદર દ્વારા લાણી વિતરણ

રાજકોટ : જિલ્લાના ૧૯ ગામોમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદર દ્વારા ૨૮૦૦ થી બાળાઓને લાણી વિતરણ કરવામાં આવેલ તેમણે પ્રાચીન ગરબીઓના આયોજનો બિરદાવી સૌની સુખાકારી માટે માતાજીને પ્રાર્થના કરી હતી. આ તકે ભૂપતભાઇ બોદર, નરેન્દ્રસિંહ જાડેજા, મહેશ આટકોટીયા, છગનભાઇ સખીયા, મહિકા સરપંચ બાબુભાઇ મોલીયા, રસીકભાઇ ખુંટ સહિતના અગ્રણીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે રાજકોટના વિવિધ ગામોના ગરબીમંડળો જેવા કે માંડા ડુંગરમાં મનુભાઇ છાટબાર, મહિકાના બાબુભાઇ મોલીયા, કાળીપાટના નરેન્દ્રસિંહ જાડેજા, ત્રંબાના સરપંચ નિતીભાઇ રૈયાણી, અણીયાળાના વિશાલ અજાણી, લાખાપરાના કેતનભાઇ કાનાણી, પાડાસણના મહેશભાઇ આસોદરીયા, કાથીરોટાના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વલ્લભભાઇ મકવાણા, લોધીડાના વિક્રમભાઇ, ખોખડદડના અમિતભાઇ ખૂંટ, લોઠડાના મહેશભાઇ મકવાણા, લાપાસરીના લાભુભાઇ સરપંચ, ભયાસરના વજુભાઇ સરપંચ, ગઢકાના કેયુરભાઇ ઢોલરીયા, હડમતીયાના નિર્મળભાઇ બકુત્રા, ગોલિડાના મહેશભાઇ આટકોટીયા, ડેરૂઇના ધરમશીભાઇ સગપરીયા, રફાળાના શુભમભાઇ સોજીત્રા, વડાલીના નરેન્દ્રસિંહ જાડેજા, ફાડદંગના સંદીપભાઇ સોજીત્રા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(4:40 pm IST)