Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

પ૦ ના ગ્રુપ બુકીંગ માંગો તે સ્ટેશને બસ મૂકી જશે

રાજકોટ એસટી ડીવીઝન ર૮ થી તા.પ નવેમ્બર સૂધી ૧૦૦ એકસ્ટ્રા બસો દોડાવશેઃ ઓનલાઇન સૂવિધા

દિપાવલી તહેવાર અનુલક્ષીને પંચમહાલ-અમદાવાદ-જૂનાગઢ-ભાવનગર-દ્વારકા- સોમનાથ માટે ખાસ વ્યવસ્થા

રાજકોટ તા. ૧૬ : રાજકોટ એસટીના ડિવીઝનલ નિયામક શ્રી કલોતરાએ આજે ''અકિલા'' સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી દિપાવલી તહેવારોમાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા ૧૦૦ જેટલી બસો એકસ્ટ્રા દોડાવવા આગોતરૂ આયોજન કરી લેવાયું છે. આ એકસ્ટ્રા બસો રાજકોટ-ગોંડલ-મોરબી-સુરેન્દ્રનગર સહિત તમામ ડેપો ઉપરથી દોડશે.

શ્રી કલોતરાએ ઉમેર્યું હતું કે હાલ ટ્રાફીક સારો છે, રોજની ડિવીઝનની આવક ૪પ લાખે પહોંચી છે, અને હવે ટ્રાફીક વધશે, તેમજ એકસ્ટ્રા બસોમાં પણ ઓનલાઇન સુવિધા વધશે.

રાજકોટ તથા અન્ય ડેપો ઉપરથી પંચમહાલ, ગોધરા, અમદાવાદ, ભાવનગર, દ્વારકા, કચ્છ-ભુજ, જામનગર, ગીર સોમનાથ, જુનાગઢ સહિતની સ્ટેશનો માટે એકસ્ટ્રા બસો દોડાવાશે, તેમજ પ૦ થી પ૧ મુસાફરોનું ગ્રુપ બુકીંગ થશે તો તે લોકોને જે સ્ટેશનની ડીમાન્ડ હશે ત્યાં એસટી બસ સ્પેશ્યલ મુકી આવશે, એકસ્ટ્રા બસો  માટે ખાસ સ્ટાફની પણ વ્યવસ્થા કરી લેવાઇ છે.

(4:31 pm IST)