Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

૧૪ વર્ષની બાળા સાથે દુષ્કર્મ આચરનાર સર ગામના નારણ તલાવડીયાની ધરપકડ

રાજકોટ,તા. ૧૬ : કોટડાસાંગાણી પંથકની ૧૪ વર્ષની સગીરા સાથે સર ગામે દુષ્કર્મ આચરનાર સરગામના શખ્સને મહિલા પોલીસે ધરપકડ કરી છે.

મળતી વિગત મુજબ કોટડાસાંગાણી પંથકની ૧૪ વર્ષની સગીરા માટે મુરતીયો શોધવાનો હોય, આજથી છ એક મઞિના પહેલા પોતે, પરિવાર સાથે સરગામે રહેતી મોટી બહેનના ઘરે ગયા હતા અને સગીરાએ મોટી બહેનના ઘરે રાખી હતી. બાદ બીજા દિવસે મોટી બહેન પતિ અને પુત્ર સહિતના પરિવારજનો નજીકના બીજા ગામે મુરતીયો જોવા ગયા હતા. બાદ બપોરે પરત આવ્યા હતા મુરતીયો પસંદ ન હોય તેથી વાત આગળ ચલાવી નહોતી. સવારે નવથી બપોરના ત્રણ સુધી સગીરા સરગામે રોકાઇ હતી. ત્યારે ઘરે મોટી બહેનનો જેઠ નારણ એકલો હતો. બાદ આજથી વીસેક દિવસ પહેલા ફરીયાદીના પતિનું અવસાન થયું હતું. એ પછી માતાને સગીરા દીકરીનું પેટ વધેલુ દેખાતા શંકા ઉપજી હતી. આથી માતાએ તેની પુછપરછ કરતા પોતાની સાથે સર ગામે મોટી બહેનના જેઠ નારણે દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યુ હતું. છ મહિના પહેલા પોતાના માટે મુરતીયો જોવા ગયા ત્યારે નારણે બે વખત બળજબરી આચરી લીધાનું કહ્યું હતું.આ વાત સાંભળી પરિવારજનો ચોંકી ગયા હતા. તપાસ કરાવતા તેણીના પેટમાં છ માસનો ગર્ભ હોવાનું તબીબી નિદાનમાં બહાર આવતા સગીરાના પરિવારજનોએ આજીડેમ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે બળાત્કાર, પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની તપાસ મહિલા પોલીસને સોંપવામાં આવતા મહિલા પોલીસ મથકના પીઆઇ એસ.આર.પટેલ તથા પી.એસ.આઇ એ.જે.લાઠીયા, એ.એસ.આઇ હિતેન્દ્રભાઇ ગઢવી, દિપાબેન એવીયા, હસમુખભાઇ તથા પ્રિયંકાબેન પરમાર તેમજ આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ એમ.ડી.વાળા કોન્સ. જયપાલભાઇ, કુલદીપસિંહ સહિતે આરોપી નારણ ચીનુભાઇ તલાવડીયા (ઉવ.૩૨) (રહે. સરગામ)ની ધરપકડ કરી હતી. નારણ સેન્ટીંગ કામ કરે છે. તે પરણીત છે તેની પત્ની છ મહિના પહેલા જતી રહી છે. 

(4:27 pm IST)