Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

પુનીતનગરમાં ઘરકંકાસથી કંટાળી મીના મકવાણાએ ઝેરી દવા પી લીધી

મહિલાને સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ

રાજકોટ,તા. ૧૬ : એંસી ફુટ રોડ પર પુનીતનગરમાં રહેતી મહિલાએ ઘરકંકાસથી કંટાળી ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

મળતી વિગત મુજબ ૮૦ ફુટ રોડ પર પુનીતનગરમાં રહેતા મીનાબેન દીલીપભાઇ મકવાણા (ઉવ.૩૨) સવારે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને ખસેડાયા છે. મીનાબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેણે ઘરકંકાસથી કંટાળી આ પગલુ ભર્યું હોવાનું જાણવા મળ્યુ છે. આ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:26 pm IST)