Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

પુનિતનગરથી મવડી વગડ ચોકડી સુધીનો રસ્તો ૫ કરોડના ખર્ચે ડામરથી મઢાશે

મેયર પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયાના હસ્તે ખાતમુર્હૂત

રાજકોટ,તા. ૧૬: શહેરના વોર્ડ નં. ૧૨માં આવેલ પુનિતનગર થી મવડી વગડ ચોકડી સુધી ૮૦ ફૂટના રોડ પર રૂ.૫ કરોડના ખર્ચે ડામર પેવર કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પુનિતનગર થી મવડી વગડ ચોકડી સુધી ૮૦ ફૂટના રોડ પર રૂ.૫ કરોડના ખર્ચે મેયર ડો.પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા વિગેરેના હસ્તે શ્રીફળ વધારી ડામર પેવર કામનો શુભારંભ કરાયો.

આ રોડ કાલાવડ રોડ તથા નવા ૧૫૦ ફુટ રીંગ રોડને જોડતો રસ્તો બનાવવામાં આવશે. આ રસ્તો બનવાથી ૮૦ ફુટ રોડની અનેક સોસાયટીઓના રહેવાસીઓને લાભ મળશે. ડામર પેવર કામનો શુભારંભ થતા સોસાયટીના રહેવાસીઓએ આનંદની લાગણી વ્યકત કરેલ.આ પ્રસંગે કોર્પોરેટરશ્રી મગનભાઈ સોરઠીયા, મિતલબેન લાઠીયા, વોર્ડ નં.૧૨ ભાજપના પ્રભારી પ્રવિણભાઈ ઠુંમર, પ્રમુખ રસિકભાઈ કાવઠીયા, મહામંત્રી મનસુખભાઈ વેકરીયા, દશરથસિંહ જાડેજા, રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવા, સિધ્ધરાજસિંહ જાડેજા, રજનીભાઈ લીલા, યોગેન્દ્રસિંહ જાડેજા, રસમીબેન પટેલ, સુરેશભાઈ રામાણી, રીનાબેન ગડારા, અલ્પાબેન જાદવ, શોભનાબેન અકબરી, રમણીકભાઈ દેવળીયા, મેહુલભાઈ પટેલ, ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજભા જાડેજા, સ્થાનિક સોસાયટીના પ્રમુખશ્રીઓ શનેશ્વર સોસાયટીના ભાવેશભાઈ વદ્યાસીયા, માધવ વાટિકાના પ્રમુખ મહેન્દ્રસિંહ વાદ્યેલા, કૈલાશ પાર્ક દિલીપભાઈ કોટડીયા, નંદનવન વિપુલભાઈ ધિયાડ, સત્યમ હિલ્સના પ્રમુખ નિલેશભાઈ પેથાણી, સવીનભાઈ, રાજુભાઈ વીરડીયા, ધનરાજ-૨ રમેશભાઈ લક્કડ, ગુરૂદેવ પાર્ક હિતેશભાઈ મેદ્યાણી, ધીરૂભાઈ મુંગરા, શૈલેષભાઈ, સંસ્કાર સિટી પરેશભાઈ, કળશ એપાર્ટમેન્ટના પ્રમુખ વિમલભાઈ રાદડિયા, પરષોતમભાઈ, આદર્શ સોસાયટી જયેશભાઈ, આદર્શ ગ્રીન પ્રવિણભાઈ, પ્રકાશભાઈ, તપન હાઈટ્સના તુષારભાઈ, ગોવિંદ રત્ન ગ્રીન સિટી ભરતભાઈ, ક્રિષ્ના બંગ્લો દવેભાઈ, વૃંદાવન સોસાયટી સુરેશભાઈ, કે.કે. પાર્ક રમેશભાઈ, સુરેશભાઈ માંગરોળીયા, વી.સી. જાડેજા વિગેર ઉપસ્થિત રહ્યા હતા. 

(4:25 pm IST)