Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

JEE એડવાન્સ પરિણામમાં મોદી સ્કૂલનો દબદબોઃ ૫૦૦૦માં ૯ છાત્રો

મયુરસિંહ ઝાલા દેશમાં ૪૧૫માં ક્રમે ઉતિર્ણઃ છેલ્લા ૩૫ વર્ષથી શિક્ષણ પદ્ધતિ-ઘરનો માહોલ અને નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા અપાતા શિક્ષણ દ્વારા શ્રેષ્ઠ પરિણામ મળ્યુ છેઃ સંચાલક ડો. રશ્મીકાંત મોદી

રાજકોટ : શહેરની મોદી સ્કુલના ૯ વિદ્યાર્થીઓએ JEEએડવાન્સની પરીક્ષામાં ટોચનું સ્થાન ધરાવ્યું છે. અકિલા કાર્યાલય ખાતે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે મોદી સ્કુલના પ્રિન્સીપાલ વિમલભાઇ કગથરા, હિતભાઇ મોદી, અલ્પેશભાઇ શાહ, કમલેશભાઇ નાગર, બિપીનભાઇ અને ધવલભાઇ મોદી સાથે શ્રેષ્ઠ પરિણામ મેળવનાર મયુરસિંહ ઝાલા, કલવાણી રોનક, આડેસરા કેવિન, હિરપરા પ્રિન્સી, ધ્યેય ગોકાણી, ગોકલાણી કમલ, યશ વાળા, યશ પાનસરા, વેદાન્ષુ વ્યાસ અને અકિલાના પત્રકાર ઉદય વેગડા નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરિયા) (૨૧.૨૩)

રાજકોટ, તા. ૧૬ : મેડીકલ અને ટોપની ઇજનેરી કોલેજમાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી મોખરાનું સ્થાને રહેનાર મોદી સ્કુલે ગઇકાલે જાહેર થયેલ JEE એડવાન્સના રિઝલ્ટમાં પણ મેદાન માર્યું છે.

દેશની શ્રેષ્ઠ એન્જિનિયરીંગ કોલેજો JEE માટેના પ્રવેશ માટે સૌથી કઠિન ગણાતી એવી જેઈઈ એડવાન્સ્ડના જાહેર થયેલ પરિણામમાં મોદી સ્કૂલના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પરિણામ મેળવી સૌરાષ્ટ્રભરના જેઈઈના પરિણામમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. મોદી સ્કૂલના વિદ્યાર્થી ઝાલા મયુરસિંહે એડવાન્સ્ડ પરિક્ષામાં કુલ ૩૬૦માંથી ૨૪૪ માર્કસ મેળવી જનરલ કેટેગરીમાં ઓલ ઈન્ડીયા રેન્ક-૪૧૫ મેળવી ટોપ-૫૦૦માં ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરેલ છે.

ઉપરાંત કલવાણી રોનક AIR ૧૪૦૮ (ઈડબલ્યુએસ ૧૨૨), આડેસરા કેવિન AIR ૩૨૭૬ (ઈડબલ્યુએસ ૨૯૩), હિરપરા પ્રિન્સી AIR ૩૪૦૯, ગોકાણી ધ્યેય AIR ૩૪૮૨, ગોકલાણી કમલ AIR ૩૫૭૧, વાળા યશ AIR ૩૯૨૬ (ઓબીસી ૬૬૯), પાનસરા યશ AIR ૪૦૦૮ (ઈડબલ્યુએસ ૩૮૫), વ્યાસ વેદાન્ષુ AIR ૪૮૯૦ (ઈડબલ્યુએસ ૪૯૨) સાથે ટોપ-૫૦૦૦માં સ્થાન મેળવી દેશની શ્રેષ્ઠ એન્જિનિયરીંગ કોલેજો એવી આઈઆઈટીમાં પોતાનું એડમિશન સુનિશ્ચિત કરેલ છે.

આ ઉજ્જવળ પરિણામ માટે વિદ્યાર્થીઓએ શિક્ષક હિતભાઈ મોદીનું સચોટ માર્ગદર્શન, નિયમિત જેઈઈ (મેઈન તથા એડવાન્સ્ડ) પેટર્નની પરિક્ષાઓ, ચેપ્ટર વાઈઝ જૂના પ્રશ્નપત્ર તથા કોરોનાકાળ દરમિયાન પણ સતત માર્ગદર્શન દ્વારા આ પરિણામ શકય બન્યુ છે. વિદ્યાર્થીઓએ જણાવ્યુ કે કોરોનાકાળમાં સ્કૂલ દ્વારા એપ બેઈઝડ ઓનલાઈન ટીચીંગ, સ્માર્ટ કલાસ દ્વારા અઘરા ટોપીકનું લાઈવ વિજ્યુલીસેશન એ જેઈઈ એડવાન્સ્ડ અને મેઈન જેવી અઘરી પરીક્ષા પણ અમારા માટે સરળ બનાવી દીધી હતી.

ચાલુ વર્ષે ૪ એટેમ્પ્ટમાં લેવાયેલ જેઈઈ મેઈન પરીક્ષામાં પણ મોદી સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં દબદબો જાળવી રાખ્યો છે. જેઈઈ મેઈન ૨૦૨૧માં ૯૯ પીઆર ઉપર ૧૦ વિદ્યાર્થીઓ, ૯૮ પીઆર ઉપર ૨૪ વિદ્યાર્થીઓ, ૯૫ પીઆર ઉપર ૫૨ વિદ્યાર્થીઓ, ૯૦ પીઆર ઉપર ૧૧૨ વિદ્યાર્થીઓ સાથે જેઈઈ મેઈનમાં રેકોર્ડબ્રેક પરિણામ મેળવ્યુ છે. આ ઉપરાંત ૨૪૦ વિદ્યાર્થીઓ જેઈઈ એડવાન્સ્ડ-૨૦૨૧ માટે કવાલીફાઈડ થયેલ.

ગુજરાતની શ્રેષ્ઠ એન્જિનિયરીંગ કોલેજોમાં પ્રવેશ માટે લેવાતી ગુજકેટ-૨૦૨૧ પરીક્ષામાં પણ મોદી સ્કૂલના વિદ્યાર્થીએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યુ છે. સમગ્ર ગુજરાતના આશરે ૧,૧૭,૦૦૦ વિદ્યાર્થીઓમાંથી એક માત્ર મોદી સ્કૂલના વિદ્યાર્થી મહેતા વિનિતે ૧૨૦/૧૨૦નો પરફેકટ સ્કોર મેળવીને ૯૯.૯૯ પીઆર હાંસિલ કર્યા છે.

સમગ્ર ગુજરાતના એ-ગ્રુપના એસીપીસી મેરીટ રેન્કમાં પણ ટોપ-૧૦૦માં ૮ વિદ્યાર્થીઓ સાથે ગુજરાતની કોઈપણ સ્કૂલ કરતા વધુ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવીને શાળા પરિવારનું ગૌરવ વધારેલ છે. આ ઉપરાંત મેડીકલ-પેરામેડીકલમાં પ્રવેશ માટે લેવાતી નીટ (યુજી)-૨૦૨૧માં પણ સ્કૂલ આવા જ શ્રેષ્ઠ પરિણામોની અપેક્ષા સેવી રહી છે. નીટ (યુજી)-૨૦૨૧માં ૬૦૦ + માર્કસ ધરાવતા ૨૦ વિદ્યાર્થીઓ, ૫૫૦ + માર્કસ ધરાવતા ૪૮ વિદ્યાર્થીઓ, ૫૦૦ પ્લસ ધરાવતા ૮૫ વિદ્યાર્થીઓ સાથેનું વધારાનું રિઝલ્ટ દ્વારા નીટ (યુજી)-૨૦૨૧માં પણ જેઈઈ (મેઈન + એડવાન્સ્ડ), ગુજકેટ જેવું બેસ્ટ રિઝલ્ટ અપેક્ષિત છે.

ધો. ૧૧ તથા ૧૨ સાયન્સમાં જેઈઈ, નીટ, ગુજકેટ વર્ષોવર્ષ ઉચ્ચ પરિણામ અંગે મોદી સ્કૂલના સંસ્થાપક ડો. આર.પી. મોદીએ આ સફળતા અંગે જણાવ્યુ કે અમો ૩૫ વર્ષથી સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓની શિક્ષણ પદ્ધતિ, ઘરના વાતાવરણ તથા તેઓના એજ્યુકેશન કલ્ચરને સમજીએ છીએ. જેના કારણે આવા શ્રેષ્ઠ પરિણામો શકય બને છે. હાલમાં ફાઉન્ડેશન, જેઈઈ (મેઈન + એડવાન્સ્ડ) તથા નીટ માટે ૧૧ આઈઆઈટીએન્સ, ૧એનટીએન્સ સાથે કુલ ૫૫ ફેકલ્ટીની મોટી ટીમ કાર્યરત છે. જેમાંના ૨૭ ફેકલ્ટી તો બીજા રાજ્યના છે. ગુજરાત અને બીજા રાજ્યની ફેકલ્ટીની ટીમ તથા મોદી સ્કૂલ મેનેજમેન્ટની સૌરાષ્ટ્રના સાયન્સના વિદ્યાર્થીઓના માનસપટને સમજવાની ક્ષમતાના કારણે આવા શ્રેષ્ઠ પરિણામો મોદી સ્કૂલ મેળવી રહી છે. રાજકોટ તથા જામનગર સિટીમાં રહેતા વિદ્યાર્થીઓ માટે તો બરાબર પણ સૌરાષ્ટ્રના અંતરિયાળમાં રહેતા ગામડાના ઉચ્ચ બૌદ્ધિક ક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે મોદી બોર્ડિંગ સ્કૂલ આશિર્વાદ સ્વરૂપ છે. બોર્ડિંગ સ્કૂલનું શાંત વાતાવરણ, શિક્ષણ માટેનું શ્રેષ્ઠ આયોજન, રિડીંગ લાઈબ્રેરી તથા ડાઉબ્ટ કાઉન્ટર, મોબાઈલ તથા સોશિયલ મીડીયાના પ્રદુષણોથી દૂર કુદરતી વાતાવરણ અને હોશિયાર વિદ્યાર્થીઓ વચ્ચેની હરીફાઈનું તત્વ સૌરાષ્ટ્રભરના આવા હોશિયાર વિદ્યાર્થીઓને પોતાની ઉચ્ચ કારકિર્દીના ઘડતર માટેનો મજબૂત પાયો પુરો પાડે છે.

મોદી સ્કૂલના શ્રેષ્ઠ પરિણામ બદલ સ્કૂલના સંસ્થાપક ડો. આર.પી. મોદી, ડો. પારસભાઇ મોદી, હીતભાઇ મોદી તથા ધવલભાઇ મોદી એ બધા જ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે તથા સારી કારકિર્દી બનાવીને સ્કૂલ તથા મા-બાપનું ગૌરવ વધારે તેવી શુભકામનાઓ પાઠવી છે. આ ઉપરાંત સ્કૂલના આવા કપરા કોરોનાકાળ દરમ્યાન પણ ફેકલ્ટી ટીમના સતત માર્ગદર્શન દ્વારા મેળવેલ પરિણામને બિરદાવીને અભિનંદન પાઠવ્યા છે.

(4:25 pm IST)