Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

નવી રિક્ષા લીધી હોઇ લીંબડી સુરાપૂરા અને માતાજીના દર્શને ગયા'તા નવાગામ પાસે કારે પાછળથી ટક્કર મારતાં રિક્ષા બે ગોથા ખાઇ ગઇઃ ચારને ઇજા

નટરાજનગરના મનોજ સોહલા, તેના પત્નિ, પુત્ર અને ભાઇને ઇજાઓ

રાજકોટ તા. ૧૬: નવાગામ આઇઓસી પ્લાન્ટ નજીક રાત્રીના નવે નવી રિક્ષાને પાછળથી ક્રેટા કારના ચાલકે ટક્કર મારતાં રિક્ષા બે ગોથા ખાઇ જતાં ચાલક ભરવાડ યુવાન સહિત ચારને ઇજાઓ થઇ હતી.

જાણવા મળ્યા મુજબ યુનિવર્સિટી રોડ નટરાજનગર પાસે કૈલાસપાર્કવાળી શેરીમાં રહેતાં રિક્ષાચાલક મનોજ ગગજીભાઇ સોહલા (ભરવાડ) (ઉ.વ.૩૩)એ નવી રિક્ષા લીધી હોઇ ગઇકાલે તે પોતાની પત્નિ કાજલ (ઉ.૨૮), પુત્ર ધવલ (ઉ.૮) અને પિત્રાઇ ભાઇ કાના જેઠુભાઇ સોહલા (ઉ.૨૧) સહિતને લઇને લીંબડી માતાજીના અને સુરાપૂરાના દર્શન કરવા ગયો હતો.

ત્યાંથી બધા પરત રાજકોટ આવતાં હતાં ત્યારે રાત્રીના પોણા બારેક વાગ્યે નવાગામ આઇઓસી પાસે પાછળથી રિક્ષાને કારે ટક્કર મારી દેતાં રિક્ષા બે ગોથા ખાઇ ગઇ હતી. જેમાં મનોજ સહિત ચારને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

(4:18 pm IST)