Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

ઘરમાં કરીયાણુ નહોતું, છોકરાનું દૂધ લેવા પૈસા માંગતા નશાખોર પતિએ પત્નિને ધોકાવી

જંગલેશ્વરની શિતલ ગોહેલ સારવારમાં: સાસુએ પણ ધોલધપાટ કરી

રાજકોટ તા. ૧૬: જંગલેશ્વર રોડ રાધેકૃષ્ણ ચોકમાં રહેતી શિતલ ગોપાલ ગોહેલ (ઉ.વ.૨૪) નામની કોળી પરિણિતાને પતિ ગોપાલ અને સાસુ લીલાબેને ધોકા અને ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી.

શિતલના લગ્ન છ વર્ષ પહેલા થયા છે. સંતાનમાં ત્રણ વર્ષનો પુત્ર ગોૈતમ છે. પતિ ગોપાલ બફના કારખાનામાં કામ કરે છે. તેણીના માવતર જંગલેશ્વરમાં જ રહે  છે. શિતલે કહ્યું હતું કે પતિને દારૂ પીવાની ટેવ છે. તેણે બુધવારે રજા હતી ત્યારથી દારૂ પીવાનું ચાલુ કર્યુ હતું. ગુરૂ અને શુક્રવારે પણ કામે ન જઇ પીવાનું ચાલુ રાખ્યું હતું. ઘરમાં કરીયાણું લેવાના પૈસા ન હોઇ અને છોકરાને દૂધ લેવું હોઇ તેના પણ પૈસા ન હોઇ પતિને કામે જવા અને પૈસા આપવાનું કહેતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને મારકુટ કરી હતી. સાસુએ પણ તેનો પક્ષ લઇ માર માર્યો હતો. પોલીસે શિતલનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(4:17 pm IST)