Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

પીડીયુ મેડિકલ કોલેજ-સિવિલ હોસ્પિટલના તબિબોએ ઘૂમર-૨૦૨૧ અંતર્ગત યોજ્યા છ દિવસના રાસ ગરબા

ડીન ડો. મુકેશ સામાણી-સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રાધેશ્યામ ત્રિવેદી અને તમામ ફેકલ્ટીના હેડએ હાજરી આપીઃ જેડીએના પ્રમુખ ડો. રવિ કોઠારીની આગેવાનીમાં ટીમની સફળ જહેમત

રાજકોટઃ પીડીયુ મેડિકલ કોલેજ તથા સિવિલ હોસ્પિટલ રાજકોટ ના ડોકટરો દ્વારા નવરાત્રિ અંતર્ગત ઘૂમર-૨૦૨૧ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. ગયા વર્ષે કોરોનાને કારણે રાસોત્વસ બંધ રાખવામાં આવ્યો હતો. આ વખતે મેડિકલ કોલેજના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત  છ દિવસના ગરબા યોજવામાં આવ્યા. આ આયોજનના મુખ્ય નિમંત્રક પીડીયુ મેડિકલ કોલેજના ડીન ડો. મુકેશ સમાણી અને રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રાધેશ્યામ ત્રિવેદી હતા.  કાર્યક્રમને સફળ બનાવવા ડો. રવિ કોઠારી (JDA President), ડો. જય ડોડીયા, રીતીક ભગત, લિપિ મોઢા, નિયતિ માકડિયા, નીલ રાજદેવ, વિનય પટેલ, ભૂમિ કલાસિયા, અદિતિ દોશી, બ્રીજરાજસિંહ ઝાલા સહિતે જહેમત ઉઠાવી હતી. ડીન, સુપ્રિટેન્ડન્ટ સહિત અલગ અલગ ડીપાર્ટમેન્ટના ફેકલ્ટીએ હાજર રહી આ કાર્યક્રમમાં રંગ ઉમેર્યા હતા. આ વખત એક નવી ઓનલાઈન કોમ્પીટીશન 'Most INFLUENCER INSTAGRAMMER of Ghoomar ૨૦૨૧'પણ યોજવામાં આવી હતી. તેમ જુનિયર ડોકટર એસો.ના પ્રમુખ ડો. રવિ કોઠારીએ જણાવ્યું હતું.

(3:10 pm IST)