Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

સૌરાષ્ટ્રના સિંહણ તીર્થસ્વરૂપા વચન સિધ્ધિકા

પૂ. શ્રી ઇન્દુબાઇ મ.સ.ની બુધવારે ૮૯મી જન્મજયંતિઃ નાલંદા તીર્થધામ ઇન્દુબાઇ સ્વામી શરણં મમઃના નાદથી ગુંજશે

રાજકોટ તા. ૧૬: ગો. સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ ભગવાનતુલ્ય બા.બ્ર.પૂ. શ્રી ઇન્દુબાઇ મહાસતીજીની ૮૯મી જન્મ જયંતિ પ્રસંગે તા. ર૦ ને શરદપૂનમ બુધવારના રોજ રાત્રે ૮ વાગ્યાથી ૮-૩૦ વાગ્યા સુધી ''ઇન્દુબાઇ સ્વામી શરણં મમ''ના નાદથી તીર્થધામ ગાજી ઉઠશે ગુંજી ઉઠશે. પૂ. ગુરૂણીમૈયાના પણ શરદપૂનમની રાત્રિના આ ધરતી પર ચરણ પડયાં હતાં.

તેમના તમામ ગુરૂણીભકતો તથા શ્રી નાલંદા સકલસંઘ ભાવવંદના કરી ધન્ય બનશે. જેમનું નામ લેતાં પણ પાપ ધોવાય તેવા ગુરૂણીમૈયાના દર્શન-વંદન-માંગલિક સુણી ધન્ય બનો. જેમને શરદપૂનમના આ આયોજનમાં જોડાવવું હોય તેમણે શનિવારે રાત્રે ૮ કલાકે નાલંદા તીર્થધામ પહોંચી જવાનું રહેશે. આ પ્રસંગે દાતાઓ-આગેવાનો-શ્રેષ્ઠીવર્યો ગુરૂણી ભકતો, સોનલ સેવા મંડળ, સોનલ સહેલી મંડળ, સોનલ સિયિર સીટીઝન, સોનલ સખી મંડળ, સોનલ સહારા ગ્રુપ ખાસ ઉપસ્થિત રહી ભાવવંદના કરશે. દરેક વ્યકિતએ માસ્ક પહેરવાનું તથા સોશ્યલ ડીસ્ટન્સ રાખવાનું ફરજીયાત છે.

પૂ. મહાસતીજી માનવતાના મહાસાગર સમાન હોવાથી તેમની જન્મજયંતિ પ્રસંગે ભૂખથી પીડાતા હજારો જીવોને ભોજન અપાશે. મુંગા પશુઓને અનુકંપાદાન અપાશે. તથા સહાય અપાશે. ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય અપાશે. ગરીબ પરિવારને આર્થિક સહાય આપવામાં આવશે. અનેક જરૂરિયાતમંદો, અનાથાશ્રમ, બાલાશ્રમ, મંદબુધ્ધિના બાળકોને જરૂરી સહાય તેમજ આર્થિક સહાય આપવામાં આવશે. શરદપૂનમના દિવસે પરમગુરૂણી ભકતો દ્વારા અનેક માનવસેવા તેમજ જીવદયાના કાર્યક્રમો કરવામાં આવશે. અનેક ધર્મકાર્યોથી નાલંદા તીર્થધામ ધમધમશે.

આ પ્રસંગે ગુરૂણીભકતો હાજર રહી દર્શન-વંદન કરશે. શરદપૂનમની રઢિયાળી રાતે નાલંદા તીર્થધામ ''ઇન્દુબાઇ સ્વામી શરણં મમઃ''ના નાદથી ગુંજશે. તો આ પ્રસંગે સર્વ ભાઇ-બહેનોને લાભ લેવા વિનંતિ.  

(3:09 pm IST)