Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

શાળા-કોલેજની ફીમાં આ વર્ષે રપ થી પ૦% રાહત આપોઃ છાત્ર યુવા સંઘર્ષ સમિતિનું આવેદન

રાજકોટ તા. ૧૬ :.. છાત્ર યુવા સંઘર્ષ સમિતિના પ્રમુખ સુરેજ બગડા અને અન્યોએ સુત્રોચ્ચાર સાથે કલેકટરને સંબોધી શીક્ષણ મંત્રીને આવેદન પાઠવી ચાલુ વર્ષે શાળા-કોલેજની ફીમાં રપ ટકાથી પ૦ ટકા રાહત આપવા માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતું કે, આશરે ૪ મહિના પહેલાં પૂર્વ શિક્ષણમંત્રીશ્રી દ્વારા વિદ્યાર્થીઓને શાળા-કોલેજમાં રપ ટકા ફી માફી અંગે જાહેરાત કરેલ પરંતુ આજ દિવસ સુધી તે અંગેનો પરિપત્ર  બહાર ન પાડેલ હોવાથી, શાળા-કોલેજ દ્વારા ૧૦૦ ટકા ફી ભરાવવામાં આવે છે. બીજી તરફ સરકાર દ્વારા તાજેતરમાં આરટીઆઇ હેઠળ આવતી શાળાઓને આરટીઆઇ અંતર્ગત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આપવામાં આવતી રકમમાં ૩૦ ટકા વધારો કરવામાં આવ્યો છે.વર્તમાન સ્થિતિમાં લોકોની આર્થિક પરિસ્થિતિ નાજૂક હોય તેમજ મોંઘવારીને લીધે ગરીબ-મધ્યમ વર્ગનું જીવન મુશ્કેલીમાં મુકાયું છે. તેથી જ અમો છાત્ર યુવા સંઘર્ષ સમિતિની સ્પષ્ટ માંગણી છે કે, જો આરટીઆઇ હેઠળ આવતી શાળાઓને મળતી રકમમાં વધારો થઇ શકતો હોય, તો દરેક વિદ્યાર્થીઓની શાળા-કોલેજમાં રપ ટકાથી પ૦ ટકા સુધી ફી માં રાહત આપવામાં આવે, ઉપરોકત બાબત ગરીબ-મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતલક્ષી હોય, તો આ મુદ્ે તાત્કાલીક નિર્ણય લેવા આપને વિનંતી છે.  

(3:07 pm IST)