Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

વિજયાદશમીએ રણજીત વિલાસ પેલેસ-હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય ખાતે શસ્ત્ર પૂજન

શેરી-મહોલ્લામાં રાવણ દહન ન કરીએ તો ચાલશે આપણા પરિવારોમાં ''રાવણીય તત્વો''નું દહન થાય તે અત્યંત જરૂરી : ઠાકોર સાહેબ માંધાતાસિંહજી

રાજકોટ,તા. ૧૬ : ક્ષત્રિય રાજપરંપરા મુજબ પ્રત્યેક વિજયા દશમીએ શકિતનાં પ્રતિક સમાં શસ્ત્રોનું પૂજન અર્ચન કરવામાં આવે છે. રાજપરંપરા મુજબ રાજકોટનાં રજપુતપરા વિસ્તારમાં આવેલ ગરાસીયા બોડીંર્ગ ખાતે ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ આયોજીત સમસ્ત ક્ષત્રિય સમાજનું સામુહિક શસ્ત્રપુજન કરવામાં આવ્યુ હતું જેમાં ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજા અને યુવરાજ સાહેબ શ્રી જયદિપસિંહજી જાડેજા હાજર રહયા હતાં.

જાડેજાવંશના કુળદેવી મા   આશાપુરા નાં પેલેસ રોડ ખાતે આવેલ મંદિર પરિસરમાં તથા રાજકોટનાં રાજવીના નિવાસ સ્થાન રણજીત વિલાસ પેલેસ ખાતે પણ રાજકોટ રાજપરિવારના ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજા અને યુવરાજ સાહેબ શ્રી જયદિપસિંહજી જાડેજાએ શસ્ત્ર–પૂજન, અશ્વ પુજન, ગાડી, રથ પુજન, ખીજડી / શમી પુજન  અને રાજકોટના સ્થાપક રાજવી પ્રાતઃસ્મરણીયશ્રી વિભાજી બાપુની રાજગાદીની પુજા કરી પરંપરા નિભાવી હતી.

ત્યારબાદ ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજીએ  કહેલુ હતુ કે :–  આધશકિતની અર્ચના અને આરાધના નો પર્વ નવરાત્રી છે અને નવરાત્રીના પર્વની પૂર્ણાહુતીના અંતિમ ચરણમાં ઉજવાતો પર્વ વિજયાદશમી છે. વીરતા અને વિજયની વધામણીનો પર્વ એટલે વિજયાદશમી આસુરી તત્વો ઉપર સુરા તત્વોનો વિજય, અધર્મ ઉપર ધર્મનો વિજય, અહંકાર ઉપર સારપનો વિજય એટલે વિજયા દશમી. આપણે શેરી, મહોલ્લામાં રાવણદહન ન કરી શકીએ તો ચાલશે, પરંતુ આપણા પરિવારોમાં રાવણીય તત્વોઙ્મ નું દહન થાય તે અતયંત જરૂરી છે. ક્ષત્રિય સમાજ ઉપર માં આશાપુરાના આર્શિવાદ અવિરત રીતે વરસતા રહે અને આત્મબલ, ધનબલ, અને જનબલમાં વૃઘ્ધિ થાય તેવી પ્રાથના કરી હતી. ઉપરોકત પ્રસંગો વિવિધ તસ્વીરોમાં નજરે પડે છે.

રાજકોટનાં પૂર્વ રાજવી સર લાખાજીરાજ બાપુ ની પ્રતિમા ને પુષ્પમાલા અર્પણ અહોભાવ વ્યકત કરતાં ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજા તથા યુવરાજ સાહેબ  શ્રી જયદીપસિંહજી જાડેજા તસ્વીરમાં નજરે પડે છે.

રજપુતપરા વિસ્તારમાં આવેલ ગરાસિયા બોર્ડીંગ ખાતે છેલ્લા ૩૮ વર્ષથી યોજાતા  સમસ્ત ક્ષત્રિય સમાજનાં સામુહિક શસ્ત્રપુજન સમયે વિવિધ સંસ્થાઓ અને અગ્રણીઓ સર્વ શ્રી રાજકુમાર ધ્રુવકુમારસિંહ જાડેજા કચ્છ કાઠીયાવાડ ગુજરાત ગરાસીયા એસોસીએશન પ્રમુખ (ધ્રુવનગર), પ્રવિણસિંહ જાડેજા તંત્રીશ્રી પથ–પ્રકાશ–પ્રેરણા (સોળીયા), સુરેન્દ્રસિંહ વાળા દંડકશ્રી, નિરૂભા વાધેલા કોર્પોરેટર, રણજીતસિંહ જાડેજા ભુ.પુ. પ્રમુખ ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ (કોઠારીયા), પી.ટી. જાડેજા આંતરાષ્ટ્રીય પ્રમુખ ગુજરાત રાજપૂત યુવા સંધ, કૃષ્ણસિંહ જાડેજા કરણીસેના, હરીશ્ચંદ્રસિંહ જાડેજા હરભમજીરાજ ગરાસીયા બોર્ડીંગ ટ્રસ્ટી (માખાવડ), બહાદુરસિંહ જાડેજા સ્વાઘ્યાય પરિવાર, પરાક્રમસિંહ ગોહીલ બાપાસિતારામ ગ્રુપ, સિઘ્ધરાજસિંહ જાડેજા ગજકેસરી ફાઉન્ડેશન, અજીતસિંહ જાડેજા ભુણાવા, આર.પી. જાડેજા નાનામૌવા, આઈ.બી. જાડેજા પ્રમુખ રેલનગર ક્ષત્રિય સમાજ , દૈવતસિંહ જાડેજા ચાંદલી, દેવેન્દ્રસિંહ જાડેજા (ટીકુભાઈ) કોઠારીયા, રાજદિપસિંહ જાડેજા ચાંદલી, આદિત્યસિંહ ગોહીલ, ભરતસિંહ જાડેજા વાગુદળ, અજયસિંહ જાડેજા બેટાવડ, આર.ડી. જાડેજા ભુ.પુ. પ્રમુખ ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ, ઈન્દ્રસિંહ જાડેજા હરભમજીરાજ ગરાસીયા બોર્ડીંગ ટ્રસ્ટી (રીબડા), નિમર્ળસિંહ સરવૈયા હરભમજીરાજ ગરાસીયા બોર્ડીંગ ટ્રસ્ટી (છત્રાસા), નરેન્દ્રસિંહ જાડેજા વડાળી, વનરાજસિંહ જાડેજા વાવડી (કોઠારીયા), રાજદિપસિંહ જાડેજા (રાજા) વાવડી, બળદેવસિંહ ચડાસમા ભડીયાદ, વિરમદેવસિંહ ચુડાસમા પરબડી, દિગ્વિજયસિંહ ચુડાસમા બાવડીયાળી, દેવેન્દ્રસિંહ જાડેજા સોળીયા, તિર્થરાજસિંહગોહીલ શુભલક્ષ્મી, ચંદ્રસિંહ જાડેજા રાજપર, સામતસિંહ જાડેજા, ચિ. ધ્રુવ વિજયસિંહજી. 

(3:07 pm IST)